ગુજરાત

અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા ગૂગલે હોમપેજ પર કાળી રિબીન લગાવીને શ્રદ્ધાંજલિ આપી

૧૨ જૂન ગુરુવારના રોજ, અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયાના પ્લેન ક્રેશને લઇને દેશ અને દુનિયામાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. આ ર્હ્દયદ્રાવક ઘટનાથી સૌ કોઇ ચકિત ગઇ ગયા છે. જિંદગી અણધારી છે, ક્યારે પણ કંઇ પણ થઇ શકે છે. આ બાબત આપણને પ્લેન દુર્ઘટનાથી સમજાઇ ગઇ છે. આખો દેશ આજે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે. ત્યારે ગૂગલે પણ પોતાના હોમપેજ પર બ્લેક રિબિન મૂકીને પીડિતોને યાદ કર્યા.
તે પણ મહત્વનું છે કે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થવાથી ૨૦૦થી વધારે લોકોના મોત થયા છે. એક જ યાત્રીનો જીવ બચ્યો છે. આ ઉપરાંત પ્લેન જ્યાં અથડાયુ ત્યાં રેસિડેન્ટ ડોક્ટર્સ અને વિદ્યાર્થીઓ હતા. તેઓને પણ ભયંકર નુકસાન થયુ છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે. ઘણા લોકોએ તો પોતાનો જીવ પણ ગુમા?વી દીધો હતો.
એર ઈન્ડિયાનું બોઈંગ વિમાન અમદાવાદ એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી રહ્યું હતું. એર ઈન્ડિયાના વિમાન છૈં-૧૭૧માં ૨૪૨ મુસાફરો સવાર હતા. આ વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પરથી તેનું ડીપી અને બેકગ્રાઉન્ડ પિક્ચર હટાવી દીધું હતો. એર ઈન્ડિયાએ તેનો લોગો બ્લેક કરી દીધો હતો.

Related Posts