રાષ્ટ્રીય

ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ ભાજપથી પ્રેરિત, તમિલનાડુના અન્ના મલાઈની કરી કોપી

ખુદને બેલ્ટ મારતા જાેઈને જેટલુ આશ્ચર્ય આપને થઈ રહ્યુ છે એટલુ જ આશ્ચર્ય મંચ પર બેસેલા કેટલાક કાર્યકરોને પણ પહેલા થયુ ગુજરાતમાં અમરેલીની દીકરી પાયલ ગોટીને પોલીસે પટ્ટાથી માર માર્યો. આ ઘટનામાં ગુજરાતની દીકરીને ન્યાય ન અપાવી શક્યાની વાત કરતા કરતા ગોપાલ ઈટાલિયાને અત્યંત લાગી આવ્યુ અને જાહેર મંચ પરથી અચાનક પોતાનો બેલ્ટ કાઢી ખુદને પટ્ટા મારવા લાગે છે. ગુજરાતની ભાજપ સરકાર સામે વિરોધની આ રીત પણ ગોપાલ ઈટાલિયાએ ભાજપના જ નેતાની કોપી કરી હોય એવુ લાગે છે. અહીં જુઓ બંને વીડિયો હાલ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજને બાદ કરતા કોઈ ચૂંટણી નથી. પરંતુ આપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા જનતાની વચ્ચે પોતાની અને પાર્ટીની પકડને મજબુત કરવા માટે એક મંચ પર ખુદને બેલ્ટથી મારતા જાેવા મળ્યા.

ઈટાલિયા ખુદને બેલ્ટ મારી એ સાબિત કરવા માગતા હતા કે તેઓ આમ જનતાના દુઃખ દર્દને મહેસુસ કરી રહ્યા છે. અહીં ગોપાલ ઈટાલિયાને ખુદને બેલ્ટ મારતા જાેઈને જેટલુ આશ્ચર્ય આપને થઈ રહ્યુ છે એટલુ જ આશ્ચર્ય મંચ પર બેસેલા કેટલાક કાર્યકરોને પણ પહેલા થયુ હતુ. ઘટના છે ગુજરાતના સુરત શહેરની. જ્યાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ ગોપાલ ઈટાલિયા મંચ પર માઈક લઈને કંઈક કહી રહ્યા હતા. ગુજરાતની મોરબી પૂલ દુર્ઘટનાથી લઈને તમામ હોનારતો અને ઘટનાઓનો ઉલ્લેખ કરીને આપના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ રહી ચુકેલા ગોપાલ ઈટાલિયા અચાનક અમરેલીની પાયલને ન્યાય ન અપાવી શક્યાની વાત કરતા કરતા પોતાનો બેલ્ટ ખોલીને ખુદને મારવા લાગે છે. આ જાેઈને મંચની નીચે બેસેલા કાર્યકર્તાઓ પહેલા તો જુએ છે અને વિચારે છે કે આ શું થઈ રહ્યુ છે. જે બાદ ગોપાલ ઈટાલિયા ગુજરાતના લોકોના સૂતેલા આત્માને જગાડવાના નામે ખુદને બેલ્ટથી મારવા લાગે છે. આગળ પાછળ એવી રીતે ૬ બેલ્ટના ફટકા ખુદને મારે છે. આ સાથે જ એક કાર્યકર્તા ઉભા થઈને ઈટાલિયાના હાથમાંથી બેલ્ટ છોડાવવાનો પ્રયાસ કરે છે. જ્યારે નીચે બેસેલા લોકો ગોપાલભાઈ જિંદાબાદના નારા લગાવે છે.

Related Posts