રાષ્ટ્રીય

ભિખારીઓના પુનર્વસનને વિસ્તૃત કરવા માટે સરકારે SMILE યોજનામાં સુધારો કર્યો

કેન્દ્રએ ભિખારીઓ માટેના તેના મુખ્ય પુનર્વસન કાર્યક્રમમાં સમર્પિત આશ્રય ગૃહો, વ્યાવસાયિક તાલીમ, મનોવૈજ્ઞાનિક પરામર્શ, આરોગ્યસંભાળ સેવાઓ અને બાળકો માટે શિક્ષણ જેવા ઘટકોનો સમાવેશ કરીને સુધારો કર્યો છે.
અધિકારીઓએ ભાર મૂક્યો કે સુધારેલી જીસ્ૈંન્ઈ યોજના દંડાત્મક પ્રતિભાવોથી અધિકાર-આધારિત, પુનર્વસન અભિગમ તરફ પરિવર્તન દર્શાવે છે જે સંવેદનશીલ વ્યક્તિઓને મદદ કરવા માટે માળખાગત સહાય પ્રદાન કરે છે.
અપડેટેડ જીસ્ૈંન્ઈ યોજના ચાર-પાંખિયા અભિગમ અપનાવે છે: સર્વેક્ષણ અને ઓળખ, આઉટરીચ અને ગતિશીલતા, બચાવ અને આશ્રય, અને વ્યાપક પુનર્વસન જેથી દેશના સૌથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂથોને લાંબા ગાળાના પુનર્વસનને પ્રોત્સાહન મળે અને સામાજિક ગૌરવ પુન:સ્થાપિત થાય.
રાજ્ય વહીવટ અને સંબંધિત સંસ્થાઓ સાથે ભાગીદારીમાં દેશભરના યાત્રાધામો, ધાર્મિક મહત્વના સ્થળો, ઐતિહાસિક સીમાચિહ્નો અને પ્રવાસન વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરતા શહેરોમાં આ યોજના લાગુ કરવામાં આવશે.
યોજનાના સુધારેલા માર્ગદર્શિકા અનુસાર, ધાર્મિક ટ્રસ્ટો અને શ્રાઈન બોર્ડ પણ યાત્રાધામો અને ધાર્મિક સ્થળો પર યોજનાના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
કેન્દ્રએ આ યોજના માટે ત્રણ વર્ષમાં ?૧૦૦ કરોડ ફાળવ્યા છે: ૨૦૨૩-૨૪ માટે ?૩૦ કરોડ, ૨૦૨૪-૨૫ માટે ?૩૩ કરોડ અને ૨૦૨૫-૨૬ માટે ?૩૭ કરોડ ભાર મૂક્યો.
આ ભંડોળ ત્રણ હપ્તામાં આપવામાં આવશે: સર્વેક્ષણ અને ગતિશીલતા માટે ૩૦ ટકા, આશ્રય અને પુનર્વસન માટે ૫૦ ટકા, અને ચકાસાયેલ પ્રગતિ અને પુન: એકીકરણ સ્થિતિના આધારે ૨૦ ટકા.
સરકારનો હેતુ પ્રથમ વર્ષમાં ૨,૫૦૦ વ્યક્તિઓ, બીજા વર્ષમાં ૬,૦૦૦ અને ત્રીજા વર્ષમાં ૮,૦૦૦ વ્યક્તિઓનું પુનર્વસન કરવાનો છે. દરેક આશ્રય ગૃહને ખોરાક, સ્ટાફિંગ, કાઉન્સેલિંગ, કૌશલ્ય અને જાગૃતિ અભિયાન સહિતના સંચાલન ખર્ચને આવરી લેવા માટે ?૪૮.૭ લાખનું વાર્ષિક બજેટ ફાળવવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ સંસ્થાઓ અને જિલ્લા વહીવટીતંત્રો વય, લિંગ, કાનૂની સ્થિતિ અને આરોગ્ય સ્થિતિ જેવા પરિબળોના આધારે લાભાર્થીઓની પ્રોફાઇલ બનાવવા માટે વિગતવાર સર્વેક્ષણ કરશે.
એકત્રિત કરવામાં આવેલ ડેટા વાસ્તવિક સમયની દેખરેખ માટે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળના રાષ્ટ્રીય પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે.

Related Posts