અમરેલી

ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ઘઉંની ટેકાના ભાવે સીધી ખરીદી માટે મુદતમાં વધારો

કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે રૂ. ૨,૫૮૫ પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરવામાં આવ્યો છે. રવિ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફત કરવામાં આવશે.

લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે ખેડૂતોએ તા. ૨૭.૦૩.૨૦૨૬ સુધીમાં વી.સી.ઈ મારફતે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. નોંધણી બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા કરવી જરૂરી છે.

આધારકાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો ૭-૧૨,૮-અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ન થઈ હોય તો તલાટીના સહી સિક્કાવાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત, બેંક પાસબુક ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સહિતના પુરાવા નોંધણી સમયે સાથે લાવવાના રહેશે.

ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને એસ.એમ.એસ મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતોએ આધારકાર્ડ સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદવામાં આવશે. જરૂરી માર્ગદર્શન માટે હેલ્પલાઈન નં. ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts