ગુજરાત

સરકારી શાળાના શિક્ષકએ ધો. ૫ અને ૬ની વિદ્યાર્થિનીઓની કરી છેડતી, ઘટનાએ હડકંપ મચાવ્યો

રાજકોટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની, સરકારી શાળામાં ધોરણ ૫ અને ૬ ની વિદ્યાર્થિનીઓની શિક્ષક છેડતી કરી હોવાનો આક્ષેપ રાજકોટ શહેરની એક સરકારી શાળામાં કામ કરતા શિક્ષક પર વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. વાછકપર બેડી ગામમાં આવેલી આ શાળામાં ધોરણ ૫ અને ૬ ની વિદ્યાર્થિનીઓ સાથે કમલેશ અમૃતિયા નામના શિક્ષકે અયોગ્ય વર્તન કરીને વિદ્યાર્થિનીઓની છેડતી કરી હોવાનો આક્ષેપ. પીડિત વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો છે કે, શિક્ષક તેમને ખરાબ વિડિયો બતાવતો હતો અને પોતાનું પેન્ટ ઉતારીને અર્ધનગ્ન થઈ જતો હતો. આ ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ જાેવા મળ્યો છે અને તેઓ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે શાળાએથી એકઠા થઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચ્યા છે. આ ઘટનાએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે અને વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. શાળાના વહીવટી તંત્રે આ મામલે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને આરોપી શિક્ષક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવમાં આવી છે.

Related Posts