અમરેલી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અનુસૂચિત જાતિના પરિવારનું આતિથ્ય માણ્યું

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામે અનુસૂચિત જાતિના પરિવાર સાથે સાંજનું ભોજન ગ્રહણ કર્યું હતું.

રાજ્યપાલશ્રીએ શ્રી હસમુખભાઈ ભીમજીભાઈ મેવાડાના ઘરે પરિવારના સભ્યની જેમ મગની દાળ, ભાત, દૂધી-તુરીયાનું શાક, બાજરીના રોટલા, જુવારના રોટલા, રવાનો શિરો, દેશી ગાયનું દૂધ, ઘી, ગોળ સાથે ભોજનનો આસ્વાદ માણ્યો હતો. તેમજ ખૂબ સહજતાથી વડીલ ભાવે આ પરિવારનાં સભ્યોની પૃચ્છા કરી હતી.

આ ઉપરાંત રાજ્યપાલશ્રીએ મેવાડા પરિવારના બાળકોના અભ્યાસ વિશેની વિગતો મેળવી, શિક્ષણ અને સંસ્કારની મહત્તા જણાવી હતી. તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી

Related Posts