અમરેલી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ “રાષ્ટ્રીય બાળ દિવસ” નિમિત્તે ગીરકાંઠાની બગોયા પ્રાથમિક શાળાના બાળકો સાથે હેતભર્યો સંવાદ કર્યો

અમરેલી જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સાવરકુંડલા તાલુકાના ગીરકાંઠાના બગોયા ગામમાં શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કર્યું હતું. રાજ્યપાલશ્રીએ સવારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે “રાષ્ટ્રીય બાળ દિવસ” નિમિત્તે હેતભર્યો સંવાદ કર્યો હતો.

તેમણે શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, બાળકો દેશનું ભાવિ છે. તેમનામાં સંસ્કાર-શિક્ષણનું સિંચન કરી તેમના ઉન્નત ભવિષ્યના નિર્માણ માટે આગળ વધારવાની જવાબદારી સહિયારી છે. આજના બાળકો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતના વાહકો બનશે.

તેમણે બાળકોના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી તેમજ શાળાના શિક્ષકો અને જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્યપાલશ્રીએ બાળકોએ તૈયાર કરેલી સ્વાગત ગીતની સાંસ્કૃતિક કૃતિ નિહાળી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

Related Posts