ભાવનગર

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હણોલ ગામે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમને રસપૂર્વક નિહાળ્યો

ભાવનગર જિલ્લાના હણોલ ગામ ખાતે આયોજિત આત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગત યોજાયેલા સાંસ્કૃતિક
કાર્યક્રમને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ
રસપૂર્વક નિહાળ્યો હતો.
આ મહોત્સવમાં ગામના કલાકારો, યુવક-યુવતીઓ તથા બાળકલાકારો દ્વારા લોકનૃત્ય, લોકસંગીત અને
સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતી વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. ગ્રામ્ય સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરા અને
લોકજીવનની ઝાંખી રજૂ કરતાં આ કાર્યક્રમને રાજ્યપાલશ્રીએ બિરદાવ્યો હતો.
ગ્રામ્ય સંસ્કૃતિ અને પરંપરાઓ ભારતની ઓળખ છે અને આવા કાર્યક્રમો દ્વારા યુવા પેઢીમાં સંસ્કાર, એકતા
અને આત્મગૌરવની ભાવના મજબૂત બને છે. હણોલ ગામે લોકભાગીદારીથી આત્મનિર્ભરતા અને સામાજિક
સમરસતાનું સુંદર ઉદાહરણ સર્જાયું હતું.
આ પ્રસંગે ગ્રામજનો, આગેવાનો, યુવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts