fbpx
ગુજરાત

શંખેશ્વરમાં ગોઝારો અકસ્માતઃ ૨ના મોત, ૨ ઘાયલ

પાટણમાં શંખેશ્વરના જહાજ મંદિર પાસે પૂર ઝડપે આવતી સ્કોર્પિઓ કારે ઓવર સ્પિડ કરતાં લોકોને અડફેટે લીધ હતા. પાટણના શંખેશ્વરમાં આજે સવારે થયેલા એક ગોઝારા અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા છે અને બે ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના શંખેશ્વરના જહાજ મંદિર પાસે બની હતી. મળતી માહિતી મુજબ, પૂર ઝડપે આવી રહેલી એક સ્કોર્પિયો કાર રોંગ સાઇડ પર પડેલી ટેમ્પો ટ્રાવેલર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં સ્કોર્પિયો કાર હવામાં ઉછળીને ટેમ્પો ટ્રાવેલરના બોનેટ પર જઇ અથડાઈ હતી. આ ઘટનામાં મંદિરે આવેલા લોકોને ઇજા પહોંચી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં બે વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

મૃતકો અને ઘાયલો બધા જ શંખેશ્વરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. શંખેશ્વર ખાતે બસ સ્ટેશનની સામે સોમવારે મોડી રાત્રે એક સ્કોર્પિયો કાર ઓવર સ્પીડ ઝડપે જઈ રહી હતી જે દરમ્યાન અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડ ની સાઈડ માં પલ્ટી મારી ગઈ રોડ ની સાઈડ માં પડેલા ટ્રાવેલ્સ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સ્ક્રોપિયો ગાડીમાં સવાર ૪ યુવકોને ગંભીર ઈજાઓ થઇ હતી જેમાં બે યુવક દીક્ષિત ગઢવી .બ્રિજેશ ડાભીનું મોત થયું છે તો અન્ય એક ગંભીર ઈજાઓ સારવાર માટે ખસેડવામા આવ્યો છેતો એક યુવન સામાન્ય ઈજાઓ થઇ હતી. સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ ચાર મિત્રો મોડી રાત્રે શંખેશ્વર ખાતે ઘરે પરત આવતા હતા અને જેમાં એક તો શંખેશ્વર તાલુકા સરપંચ ડી.કે .ગઢવી નો પુત્ર હોવનું જાણવા મળ્યું છે તો બે યુવન ના મોત થી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

Follow Me:

Related Posts