અમરેલી

અમરેલીના ખીજડીયા, રાદડીયા ઉપરાંત કુંકાવાવના માયાપાદર મુકામે GPKVB દ્વારા પ્રાકૃતિક કૃષિ તાલીમ શાળા યોજાઈ

અમરેલીના ખીજડીયા, રાદડીયા ઉપરાંત કુંકાવાવના માયાપાદર મુકામે GPKVB દ્વારા પ્રાકૃતિક કૃષિ તાલીમ શાળા યોજાઈ હતી. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો વિષયક માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રાકૃતિક તાલીમ શાળામાં ૫૦ થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો. એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ શ્રી નિલેશભાઈ દાફડા દ્વારા પ્રાકૃતિક ખેતીમાં ઘન જીવામૃતનું મહત્વ, પ્રાકૃતિક ખેત પદ્ધતિ અને પાક ઉત્પાદકતા સહિત વિષયો અંતર્ગત વિસ્તૃત સમજ ખેડૂતોને આપવામાં આવી હતી. 

અમરેલી જિલ્લામાં સતત પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે. પરંપરાગત કૃષિ કરતા ખેડૂતો હવે પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક કૃષિનો મુખ્ય ઉદ્દેશ ખેતીલક્ષી ખર્ચ ઘટાડવો, જમીનનું સ્વાસ્થ્ય સુધારવું અને ગ્રાહકોને શુદ્ધ આહાર પૂરો પાડવાનો છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતર કે પેસ્ટીસાઈડ્સનો ઉપયોગ કરવામાં આવતો નથી, આથી ખેતી ખર્ચ લગભગ શૂન્ય થતો હોય છે. 

Related Posts