ભાવનગર શિશુવિહાર પુસ્તકાલયના ઉપક્રમે યોજાશે GPSC ના ચેરમેન શ્રી હસમુખભાઈ પટેલનો સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો સાથે વાર્તાલાપ તા. 3 ડિસેમ્બર, 2024 ના રોજ શિશુવિહાર સંસ્થા (શિશુવિહાર સર્કલ પાસે) ખાતે બપોરે 1.30 થી 3 GPSC ના ચેરમેન શ્રી હસમુખભાઈ પટેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. ગુજરાત પોલીસના નિવૃત્ત અધિકારી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના પડકારોને સફળતાપૂર્વક પાર પાડી ગુજરાતના યુવાનો માટે ઉત્તમ કારકિર્દીનું વાતાવરણ સર્જનાર અને આ ક્ષેત્રે ઊંડો અનુભવ ધરાવનાર શ્રી હસમુખભાઈ પટેલનું પ્રેરક માર્ગદર્શન ખૂબ ઉપયોગી બનશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ઈચ્છતા ઉમેદવારો અને રસ ધરાવતા વ્યક્તિઓએ મોબાઈલ નંબર 9427750777 પર પોતાના નામ સાથે વોટ્સ એપ મેસેજ કરવો અને તા. 3 ડિસેમ્બર, મંગળવારે બપોરે 1 વાગે શિશુવિહાર પહોંચવું.
શિશુવિહાર પુસ્તકાલયના ઉપક્રમે યોજાશે GPSC ના ચેરમેન હસમુખભાઈ પટેલનો સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો સાથે વાર્તાલાપ

Recent Comments