આજે ૨૦ એપ્રિલ, ૨૦૨૫ ને રવિવારના રોજ, ગુજરાત જાહેર સેવા આયોગ (ય્ઁજીઝ્ર)ની ક્લાસ ૧-૨ની પરીક્ષા યોજાશે, જેમાં રાજ્યના ૨૧ જિલ્લામાં ૯૭ હજારથી વધુ ઉમેદવારો માટે પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોને પોણા બે કલાક વહેલા પ્રવેશ આપવામાં આવશે.
ય્ઁજીઝ્રની ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે, ‘રાજ્યના ૪૦૫ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાના ઉમેદવારોની હાજરીમાં ઉત્તરવહી પેકિંગ કર્યા બાદ તેમાં સહી લેવામાં આવશે અને પછી પેકિંગની કામગીરી પૂર્ણ થયા બાદ જ ઉમેદવારોને બહાર જવા દેવામાં આવશે. જ્યારે દિવ્યાંગ ઉમેદાવારો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાના આયોજનનો લઈને ગત ગુરુવારે દરેક જિલ્લાના અધિકારી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મિટિંગ કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે પરીક્ષા ખંડમાં સઘન દેખરેખ રાખવા દરેક પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરા એક્ટિવ છે. પરીક્ષાર્થીઓના સામાનની સુરક્ષા માટેની વ્યવસ્થા કરાઈ છે.‘
આ બાબતે મળતી માહિતી મુજબ, રાજ્યમાં આવતીકાલે રવિવારે ય્ઁજીઝ્રની પરીક્ષા છે, ત્યારે વડોદરામાં શિક્ષણ વિભાગ દ્વારા ૧૮ શાળાઓમાં પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. જેમાં વડોદરામાં ૪૨૯૬ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે જવાબવહી મોકલાશે.
પરીક્ષાને લઈને વડોદરા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વડોદરા પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, પરીક્ષાકેન્દ્રના ૧૦૦ મીટરના અંતરમાં અનધિકૃત વ્યક્તિએ એકત્રિત ન થવું. આ સાથે કોઈએ ઝેરોક્ષ મશીન શરુ ન રાખવું.
ય્ઁજીઝ્રની ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની જાહેરાત ક્રમાંક- ૨૪૦/૨૦૨૪-૨૫ની કુલ ૨૪૪ જગ્યા માટે આવતીકાલે રવિવારે પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે. જેમાં ય્ઁજીઝ્રની વર્ગ-૧ની ૩૯ અને વર્ગ-૨ની ૧૬૮ માટે પરીક્ષા યોજાશે. જેમાં ૧૨:૦૦થી ૩:૦૦ વાગ્યા સુધીમાં પરીક્ષા લેવામાં આવશે. જ્યારે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝૂંબેશ હેઠળ કુલ ૩૭ જગ્યા પર ભરતી કરાશે. જેમાં વર્ગ-૧ માટે ૯ અને વર્ગ-૨ માટે ૨૮ જગ્યાઓ માટે પરીક્ષા લેવાશે.
આજેGPSC ક્લાસ ૧-૨ની પરીક્ષા યોજાશે, ગુજરાતના ૨૧ જિલ્લામાં આશરે ૯૭૦૦૦ ઉમેદવારોની કસોટી

Recent Comments