GPSCની પ્રિલીમ અને મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર; વર્ગ ૧,૨ અને ૩ની પ્રિલીમ અને મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર

આગામી ૨૦ એપ્રિલ ૨૦૨૫ના રોજ પ્રિલીમ પરીક્ષા લેવાશે અને ૨૦ સપ્ટેમ્બરથી મુખ્ય પરીક્ષાઓ લેવામાં આવશેય્ઁજીઝ્રની પ્રિલીમ અને મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી જેમાં વર્ગ ૧,૨ અને ૩ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આગામી ૨૦ એપ્રિલ ૨૦૨૫ના રોજ પ્રિલીમ પરીક્ષા લેવાશે અને ૨૦ સપ્ટેમ્બરથી મુખ્ય પરીક્ષાઓ લેવામાં આવશે.
ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ તથા ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧/૨ ની પ્રિલિમ પરીક્ષાઓ ૨૦ એપ્રિલ, ૨૦૨૫ નાં રોજ અને મુખ્ય પરીક્ષા ૨૦, ૨૧, ૨૭, ૨૮ સપ્ટેમ્બર-૨૦૨૫ નાં રોજ યોજાશે.હિસાબી અધિકારીની પ્રિલીમ પરિક્ષા ૬ જૂને લેવાશે તો મુખ્ય પરીક્ષા ૧૦થી ૧૭ ડિસેમ્બર દરમિયાન લેવામાં આવશે. રેન્જ ફોરેસ્ટ ઓફિસરની પ્રિલીમ પરીક્ષા ૬ જૂને યોજાશે અને મુખ્ય પરીક્ષા ૧૦થી ૧૭ ડિસેમ્બર દરમિયાન લેવામાં આવશે. રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ૩ની પ્રિલીમ પરીક્ષા ૨૧ ડિસેમ્બરના રોજ યોજાશે અને તેની મુખ્ય પરીક્ષા ૧થી ૧૦ જૂન ૨૦૨૬માં લેવામાં આવશે. ડ્ઢરૂર્જીં નાયબ માલતદારની પ્રિલીમ પરીક્ષા ૭ સપ્ટેમ્બર યોજાશે. મુખ્ય પરીક્ષા ફેબ્રુઆરી ૨૦૨૬માં લેવામાં આવશે. પરીક્ષાને લઈ ય્ઁજીઝ્ર ચેરમેન હસમુખ પટેલે નિવેદન આપ્યું છે.
Recent Comments