દેશની સ્વતંત્રતા ચળવળમાં પ્રાણ ફૂંકનારા બંકિમચંદ્ર ચટોપાધ્યાય રચિત રાષ્ટ્ર ગીત ‘વંદે માતરમ્’ની રચનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ગરિમામય અવસરે સમગ્ર રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા પંચાયતના પ્રાંગણમાં આયોજિત જિલ્લા કક્ષાના સમારોહમાં કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રગીતનું સમૂહ પઠન અને “સ્વદેશી અભિયના” અંતર્ગત શપથ લેવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લાના અધિકારશ્રીઓ અને કર્મયોગીઓને સંબોધન કરતા રાજ્યમંત્રીશ્રી વેકરીયાએ જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં આજે ‘વંદે માતરમ્’-૧૫૦ની દિવ્ય-ભવ્ય ઉજવણી થઈ રહી છે. ‘વંદે માતરમ્’ એ સામાન્ય નારો નથી પરંતુ ક્રાંતિ મંત્ર છે, જેને બોલતાની સાથે દેશના ૧૪૦ કરોડ નાગરિકોના હ્યદયના દેશપ્રેમની ભાવના જાગી ઉઠે છે. ‘વંદે માતરમ્’ એટલે ભારત માતાને, આ દેશની માટીને નમન કરવાનો ભાવ. વંદે માતરમ એ માત્ર ગીત નથી પરંતુ ભારતની આત્માનો નાદ છે, અનંત ઉર્જાનો સંકલ્પ છે અને પવિત્ર ધ્વનિ છે.’ આ પ્રંસગે મંત્રીશ્રીએ કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિતિ અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓએ રાષ્ટ્રગીતનું સમૂહ પઠન કર્યુ હતું અને સ્વદેશી શપથ ગ્રહણ કર્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતભાઈ સુતરિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી, વિવિધ સમિતિના અધ્યક્ષશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરીમલ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટરશ્રી દિલિપસિંહ ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી કે.જે.જાડેજા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.



















Recent Comments