અમદાવાદ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ગાયત્રી પરિવાર નારણપુરા સહિત ની સંસ્થા ઓના સાથ સહકાર તા.૧૧-૧-૨૦૨૫ શનિવાર સવારે ૯-૩૦ થી બપોર ૧-૦૦ દરમ્યાન અખબાર નગર સર્કલ નજીક આવેલ અખબાર નગર સોસાયટીના કોમન પ્લોટમાં નવાવાડજ વિસ્તાર ખાતે પતંગોત્સવની ભવ્ય ઉજવણી હર્ષોત્સાહભર મનોદિવ્યાંગ બાળકોનો સર્વાંગી વિકાસશીલ થાય તે માટે સતત કાર્યરત સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટે ગાયત્રી પરિવાર નારણપુરા સાથ સહકાર ફાઉન્ડેશન અખબાર નગર સોસાયટી એસોસિએશન વાલી મિત્રો આમંત્રિત મહેમાનો તેમજ નવાવાડજના કોર્પોરેટર શ્રી વાય.કે.પટેલ વિજયભાઈ પંચાલના સાથ સહકાર સહિતની ઉપસ્થિતમાં કરી હતી જેમાં હાજર સૌ મનોદિવ્યાંગ બાળકોને પતંગ-૧૦,દોરી ફીરકી-૧,કીલો-૧ મીક્ષ સ્વાદિષ્ટ તલ-શીંગ ચીક્કી,મમરાના લાડુની કીટ આપવામાં આવી હતી તથા સૌ મનોદિવ્યાંગ બાળકો આમંત્રિતોએ સમૂહમાં સ્વાદિષ્ટ ભોજનમાં મધુર ગરમાગરમ ઉધિયું,જલેબી,પુરી,પાપડ,મીક્ષ ભજીયાની લિજ્જત માણી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સૌએ સાથ સહયોગ સહકાર આપ્યો તે માટે સંસ્થા સંચાલક શ્રી ચંદ્રસિંંહ ચૌહાણે આભાર વ્યક્ત કર્યો હતો જીવનમાં મનોદિવ્યાંગ બાળકોને ખુબજ ખુશાલ ભાવ વિભોર ઉત્સાહિત જોવાનો લ્હાવો પણ એક અનેરો આનંદ માણવાનો પ્રસંગ બની રહ્યો હતો
મનોદિવ્યાંગ બાળકો ના સર્વાંગી વિકાસ માટે હર્ષોત્સાહભર પતંગોત્સવની ની ભવ્ય ઉજવણી

Recent Comments