અમરેલી

સાવરકુંડલામાં PM નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસની ભવ્ય ઉજવણી: દીર્ઘાયુ યજ્ઞનું આયોજન

ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે, સાવરકુંડલા-લીલિયા વિધાનસભા દ્વારા એક દિવ્ય *’દીર્ઘાયુ યજ્ઞ’*નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાવરકુંડલાના હૃદય સમાન રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવ ચોક ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, અગ્રણીઓ અને નગરજનો ઉમળકાભેર જોડાયા હતા.
આ પાવન આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી ના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરવાનો હતો. સાવરકુંડલા-લીલિયા ના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ના માર્ગદર્શન હેઠળ આ યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે વિદ્વાન ભૂદેવો દ્વારા સંપન્ન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. યજ્ઞમાં ઉપસ્થિત સૌ કાર્યકર્તા, સંતો-મહંતો અને નગરજનોએ આહુતિ આપીને પ્રધાનમંત્રીના દીર્ઘાયુ અને સફળ જીવન માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા એ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી માત્ર એક રાજકીય નેતા જ નથી, પરંતુ તે કરોડો ભારતીયો માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમના અસાધારણ નેતૃત્વ હેઠળ ભારત વૈશ્વિક સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના ૭૫મા જન્મદિવસ નિમિત્તે આ દીર્ઘાયુ યજ્ઞનું આયોજન કરીને આપણે સૌ તેમના પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.” આ કાર્યક્રમમાં સાવરકુંડલા અને લીલિયા વિસ્તારના સંતો-મહંતો, ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાઓ, હોદ્દેદારો, અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય અને દેશભક્તિ થી ભરપૂર હતું. યજ્ઞ સંપન્ન થયા બાદ સૌ એ એકબીજાને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ ભવ્ય અને સફળ કાર્યક્રમનું આયોજન સાવરકુંડલા-લીલીયા વિધાનસભા દ્વારા કરવામાં આવ્યું હતું, જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ નેતૃત્વ પ્રત્યે લોકો નો અખૂટ વિશ્વાસ દર્શાવે છે.

Related Posts