અમરેલી

શ્રી બોઘરયાણી ખોડીયાર માતાજી મંદિરે સુરેશભાઈ ભાદાભાઈ પાનસુરીયા પરિવાર દ્વારા ભવ્ય શ્રી હનુમાનજી મહારાજ પ્રાગટ્ય દિવસની ઉજવણી

સાવરકુંડલા તાલુકાના બોઘરયાણી ગામ પાસે શ્રી બોઘરયાણી ખોડીયાર માતાજી મંદિરે શ્રી હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિવસ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી નારણદાસ બાપુના સાનિધ્યમાં અને આશ્રમના મહંત શ્રી મહેશદાસ બાપુની પવિત્ર ઉપસ્થિતિમાં શ્રી સુરેશભાઈ ભાદાભાઈ પાનસુરીયા પરિવાર દ્વારા આ ધાર્મિક કાર્યક્રમ ઉજવણીનું આયોજન કરાયું હતું. હનુમાનજી મહારાજના પ્રાગટ્ય દિવસે હનુમાનજી મહારાજનું પૂજન કરી ધજારોહણ ત્યારબાદ મહા આરતી અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે તમામ પક્ષોના રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સ્વયંસેવકો દ્વારા મોટી જેહમત ઉઠાવવામાં આવી હતી,ભક્તિમય વાતાવરણમાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.

Related Posts