તારીખ ૧૯-૧૧-૨૫ ને બુધવારના રોજ શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલ સાવરકુંડલા મુકામે શ્રીમદ ભગવત ગીતા યોજના અંતર્ગત ગીતા કંઠપાઠ અને સત સુભાષિત કંઠ પાઠની સમીક્ષા કરવામાં આવી જેમાં સાવરકુંડલા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો પ્રતિભાગીઓ દ્વારાખૂબ સુંદર રીતે ગીતાના શ્લોક તેમજ સુભાષિતોનું લય અને તાલ સાથે ગાયન કરવામાં આવ્યું. નાના ભૂલકાઓએ પણ ખૂબ સુંદર રીતે ગીતાના શ્લોકોનું ગાયન કર્યું નિર્ણાયક તરીકે નીતાબેન ત્રિવેદી નીતાબેન ભટ્ટ તેમજ કિરણબેન સોજીત્રાએ ફરજ બજાવી સમગ્ર કાર્યક્રમના કન્વીનર તરીકે શ્રી ઉષાબેન તેરૈયા આચાર્યાશ્રી એસ વી દોશી ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા કાર્યક્રમનું સુચારું આયોજન કરવામાં આવ્યું. ગીતા કંઠ પાઠમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્યા ઉષાબેન તેરૈયાએ શ્રીમદ ભગવદગીતાની પુસ્તિકા આપી ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ તકે નૂતન કેળવણી મંડળના પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન કામદાર ઉપપ્રમુખ કનુભાઈ ગેડિયા તેમજ મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા દ્વારા આ સુંદર કાર્યક્રમને બિરદાવવામાં આવ્યો.
શ્રી એસ વી દોશી ગર્લ્સ હાઇસ્કુલ સાવરકુંડલા મુકામે શ્રીમદ ભગવત ગીતા કંઠ પાઠની ભવ્ય ઉજવણી


















Recent Comments