અમરેલી

સાવરકુંડલામાં પૂ. વિરબાઈ માઁની ૨૨૦મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી

સૌરાષ્ટ્રની ધરતીના સંત શિરોમણી પૂજ્ય જલારામબાપાના પત્ની અને આદર્શ નારી શક્તિનું પ્રતીક એવા પરમ પૂજ્ય શ્રી વિરબાઈ માઁની ૨૨૦મી જન્મ જયંતિ આગામી ૨૩ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર (વસંત પંચમી)ના રોજ સાવરકુંડલામાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. શ્રી વિરબાઈ માઁ ટીફીન સેવા ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો અને સમૂહ જ્ઞાતિ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું .

મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શ્રી જલારામ મંદિર, સાવરકુંડલા ખાતે બપોરે ૧૨-૦૦ કલાકે રાજભોગ આરતી અને સાંજે ૦૭-૦૦ કલાકે સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે રાજકોટના મનોરથી ચારુબેન જગદીશકુમાર આડા પરિવાર તરફથી સાંજે ૦૪-૦૦ થી ૦૮-૦૦ કલાક દરમિયાન ભવ્ય અન્નકૂટના દર્શનનો લ્હાવો પ્રાપ્ત થયો. 

પ. પૂ. વીરબાઈ માતાની  જન્મ જયંતિ નિમિત્તે સાવરકુંડલા શહેરના સમસ્ત રઘુવંશી પરિવારો માટે ‘શ્રી રઘુવંશી સમુહ જ્ઞાતિ ભોજન’ પ્રસાદનું આયોજન નદી કાંઠે આવેલ શ્રી લોહાણા મહાજન વાડી ખાતે કરવામાં આવેલ. જેમાં બપોરે ૧૨-૩૦ કલાકે અને સાંજે ૦૭-૦૦ કલાકે જ્ઞાતિજનોએ સહકુટુંબ પ્રસાદ ગ્રહણ કરેલ

આ ભવ્ય મહોત્સવને સફળ બનાવવા માટે પૂજ્ય શ્રી રમુદાદાના માર્ગદર્શન હેઠળ શ્રી વિરબાઈ માઁ ટીફીન સેવા ટ્રસ્ટના હરેશભાઈ કુંડલીયા, દકાભાઈ મજીઠીયા, અરવિંદભાઈ મજીઠીયા, મહેશભાઈ શીંગાળા, મુકેશભાઈ કોટક, પિયુષભાઈ મશરૂ અને જયેશભાઈ તન્ના સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ કાર્યક્રમમાં શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટ, જલારામ સત્સંગ મંડળ, વીરદાદા જસરાજ સેના, રઘુવીર સેના અને જલારામ યુવક મંડળ જેવી શહેરની અનેક રઘુવંશી સંસ્થાઓનો  સહયોગ પ્રાપ્ત થયો હતો. આ 

​ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલાના તમામ રઘુવંશી ભાઈ-બહેનોને આ ભક્તિમય પ્રસંગે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું

Related Posts