અમરેલી

ઈશ્વરીયા (અમરેલી) ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નો ભવ્ય પ્રારંભ

અમરેલી ઈશ્વરીયા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નો ભવ્ય પ્રારંભ ગઢપુર શ્રી ગોપીનાથજીમહારાજ પ્રદેશના ઈશ્વરીયા (અમરેલી) ખાતે શ્રીસ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ  ગાદીના પ.પુ.1008 શ્રી આચાર્ય શ્રીઅજેન્દ્રપ્રસાદજીમહારાજશ્રી ના આશીર્વાદ થી સમસ્ત ગામ સત્સંગ સમાજ નાં ઉત્સાહ પુર્ણ સાથ સહકાર થી  નવ્ય ભવ્ય નુતન શ્રી સ્વામિનારાયણ મંદિર  નિર્માણ થયું. જેનાં પ્રતિષ્ઠા મહોત્સવ નો આજ તારીખ.18/2/2026 નાં રોજ પ્રારંભ થયો જેમાં ભવ્ય પોથીયાત્રા સમગ્ર ગામમાં ફરી કથા સ્થળે આવતાં ગામ જનો યજમાનો સાથે ઈશ્વરીયા ગામનાં વતની સાંસદ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, અશ્વિનભાઈ સાવલીયા આદિક ઉપસ્થિત રહી પ્રારંભ ની આરતી સાથે મંગલ ઉદ્બોધન કર્યું હતું.

બપોર પછી 5.30 કલાકે ભગવાન શ્રી બાલકૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

આ મહોત્સવ અંતર્ગત શ્રી મદ્ ભાગવત દશમ સ્કંધ કથા નું આયોજન કરવામાં આવ્યું છે વક્તા પદે ગઢપુર મંદિર નાં સ્વામી ઘનશ્યામવલ્લભદાસજી સવારે 8.30 થી 11.30 અને બપોર પછી 3.30 થી 6.30 સુંદર ભાવ વાહી શૈલી માં રસપાન કરાવી રહ્યા છે.

તારીખ.21/2/2026 બપોરે 4 કલાકે વડતાલ ગાદીના ભાવિ આચાર્ય શ્રી 

પ.પુ.108  શ્રીનૃગેન્દ્રપ્રસાદજીમહારાજશ્રીની ઉપસ્થિતિ રહી વેદોક્ત મંત્રોચ્ચાર સાથે નુતન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરશે 

આ કથામાં ગઢપુર, વડતાલ, જુનાગઢ આદિ ધામો ધામથી સંતો પાર્ષદો અને સાંખ્યયોગી બહેનો પધારશે 

સાથે ગામનાં અને બહાર ગામથી મહોત્સવ નો લાભ લેવાં પધારતા ભક્તો માટે બપોરે અને સાંજે ભોજન પ્રસાદ ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

જેમાં ગામનાં હરિભક્તો ભાઈઓ બહેનો ખડેપગે રહીને વ્યવસ્થા સંભાળી રહ્યા છે.

Related Posts