ભાવનગર સામાજિક પ્રશ્નો અને તેના પર્યાય ઉપાય વિષયે ગુજરાતના વિવિધ સામાયિકો અને અખબારોમાં પ્રકાશિત થયેલ ૫૪ લેખનું સંકલન શિક્ષણની મહાશાળા પુસ્તક રૂપે પ્રકાશિત થયું છે. ડૉ.નાનકભાઈ ભટ્ટ દ્વારા લિખિત વિચાર સંકલન નું વિમોચન શહેરના શિક્ષિત વડીલોએ અનોખી રીતે કર્યું . શિશુવિહાર પ્રાંગણ માં યોજાતા વડીલ વંદના કાર્યક્રમ અંતર્ગત શ્રી નાનકભાઈ ભટ્ટે સામાજિક પ્રશ્નો અને તેના પર્યાય વિશે તર્ક પૂર્ણ વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે જીવન અરીસા જેવું નહીં પણ એકથી વધુ આયામો પ્રદર્શિત કરતા ડાયમંડ પ્રકારે હોય છે . આ પ્રસંગે ઉપસ્થિત તમામ વડીલોને પુસ્તક વિતરિત થયું
શિશુવિહાર ખાતે ડો નાનકભાઈ ભટ્ટ લિખિત “શિક્ષણ ની મહાશાળા” પુસ્તક નું ભવ્ય વિમોચન


















Recent Comments