અમરેલી

સાવરકુંડલામાં ‘સ્વદેશી મેળા’નો ભવ્ય પ્રારંભ: સ્થાનિક કારીગરોની કલાને મળશે વૈશ્વિક મંચ

પોતાના જ હાથની કલાને હવે માન આપીને 

સ્વદેશી માત્ર નારો ન રહે ચાલો દિલથી અપનાવીએ

–“પાંધી સર”

શહેર વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના ‘શહેરી વર્ષ ૨૫-૨૬’ અંતર્ગત સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સ્થાનિક લઘુ ઉદ્યોગો અને કારીગરોને પ્રોત્સાહન આપવા માટે ‘સ્વદેશી મેળા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે આ મેળાનું ઉદ્ઘાટન પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ  પ્રતિકભાઈ નાકરાણી અને ચીફ ઓફિસર સાવનકુમાર રતાણીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મહાનુભાવોએ જણાવ્યું હતું કે આ મેળો માત્ર પ્રદર્શન નથી, પરંતુ ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવાનું એક માધ્યમ છે. ચીફ ઓફિસર શ્રી રતાણીએ ઉમેર્યું હતું કે ‘વોકલ ફોર લોકલ’ સૂત્રને સાર્થક કરી નાના વેપારીઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવું એ આ આયોજનનો મુખ્ય હેતુ છે. કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

​મેળાની વિગતો:

​સમયગાળો: ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ થી ૦૭ માર્ચ ૨૦૨૬

​સમય: સવારે ૧૦:૦૦ થી રાત્રે ૧૦:૦૦ કલાક સુધી

​સ્થળ: નગરપાલિકા ગ્રાઉન્ડ, મહુવા રોડ, સાવરકુંડલા

​નગરપાલિકા પ્રમુખે શહેરના તમામ નાગરિકોને સહપરિવાર આ મેળાની મુલાકાત લઈ સ્વદેશી વસ્તુઓ ખરીદવા અને સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કરવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

Related Posts