અમરેલી

સાવરકુંડલા ખાતે વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણિ આરોપણ કેમ્પનું ભવ્ય આયોજન

તારીખ ૨૪/૦૪/૨૦૨૫ ને ગુરુવારે સદ્દગૂરૂ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ – સાવરકુંડલા અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી સીટી તથા નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પિટલ અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણિ આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પમાં આંખના રોગ થી પીડાતા દર્દી નારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યા હતા. આ કેમ્પની અંદર ઓ પી ડી માં ૧૫૭ દદીઁઓએ લાભ લીધો હતો તેમજ મોતિયા ના ઓપરેશન માટે ૨૨ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પનું દિપ પ્રાગટય કબીર ટેકરી સાવરકુંડલા ના મહંત નારણદાસ સાહેબ તથા ટ્રસ્ટીગણ દ્વારા કરવામાં આવેલ. આ કેમ્પમાં લાયન્સ ક્લબ અમરેલી ના એમ.એમ.પટેલ, મનોજભાઈ કાનાણી, ભદ્રસિંહ પરમાર  તથા સામાજિક સેવા સંસ્થાન બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટ ના ટ્રસ્ટી વિશાલભાઇ વ્યાસ, માધવ વ્યાસ, જગદીશભાઈ જેઠવા, જીતેનભાઈ હેલૈયા, સુદર્શન નેત્રાલય ના કર્મચારી અતુલભાઈ દવે, નિલેષભાઈ ભીલ તથા સમગ્ર સ્ટાફ,  કબીર ટેકરી ના સ્વયંસેવકો જોડાયા હતા અને સેવા આપી હતી. આ કેમ્પ છેલ્લા ૧૭ વર્ષ થી દર મહિનાના ચોથા ગુરુવારે યોજાય છેેે. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts