સાવરકુંડલા તાલુકાના વંડા મુકામે આવેલ શ્રી પી. પી. એસ. હાઈસ્કૂલ ખાતે આ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે અનેરો પ્રયાસ કરવામાં આવ્યો.
ભારત કે વિશ્વની જ નહીં, બ્રહ્માંડની દિવ્યભાષા સંસ્કૃત છે. જેનો આશ્રય લઈને ભારતનો ભવ્ય જ્ઞાન વારસો આજે પણ અડીખમ ઊભો છે.
આ દેવભાષાનો પ્રચાર-પ્રસાર અને સંવર્ધન એટલે ભારતનું મૂળ તત્ત્વરૂપ, જ્ઞાન, વિજ્ઞાન અને ન્યાય, નીતિ, સ્વધર્મ, સંસ્કૃતિ વિકાસની સાથે-સાથે આસ્તિકતા અર્થાત્ સ્તુત્ય નાગરિકત્વનો આવિર્ભાવ છે. આ જ્ઞાન પરંપરારૂપી સંસ્કૃત ભાષા અને સાહિત્યનો પ્રચાર-પ્રસાર ગુજરાત રાજ્યવ્યાપી અને દેશવ્યાપી બને તેવો ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડનો ઉદ્દેશ્યને ચરીતાર્થ કરવા તેમજ સંસ્કૃત ભાષા સંવર્ધનને શિક્ષણ ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે વ્યાપક બનાવવાના ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા શરૂ કરાયેલ “शत सुभाषित कण्ठ पाठ योजना”માં અમરેલી જિલ્લાના સા.કુંડલા તાલુકાની શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડાના સંસ્કૃત સારસ્વતશ્રી નીતાબેન ભટ્ટ તેમજ ગજેરા સાહેબ દ્વારા શાળાની વિધાર્થી ૫૦ ભાઇ બહેનોને ભગવદ્દ ગીતાશ્લોક, તેમજ સુભાષિત કંઠસ્થ કરાવી સાવરકુંડલા તાલુકા કક્ષાએ ૧૦૦ સુભાષિત કંઠસ્થ કરી ભાગ લેવા માટે ગત તા.૨૦ ના રોજ પ્રોત્સાહીત કર્યા હતા તેમનો આ એક અનોખો પ્રયાસ છે. આ યોજનાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને યુવાનોમાં નૈતિક મૂલ્યો કેળવવાનો છે. આવા ઉત્તમ બાળકોનું સન્માન થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતુ.પ્રાચીન સમયમાં “शतश्लोकेन पण्डितः” આ કહેવત પણ પ્રખ્યાત હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યકિત ૧૦૦ (સો) શ્લોક કે કહેવતોની જાણકારી ધરાવતી વ્યક્તિને પંડિત કહેવામાં આવે છે. આ સુભાષિતો જ્ઞાન અને શિક્ષણનું મહત્ત્વ દર્શાવે છે અને જ્ઞાનની ઊંચાઈ દર્શાવે છે.’સુભાષિત’ નો અર્થ થાય છે – નીતિયુક્ત સુવાક્ય/સુંદર શબ્દો, જે મહાન ચિંતકો દ્વારા લખાયેલા હોય છે અને સમાજને માર્ગદર્શન પૂરું પાડે છે.એમ દીપકભાઈ ઝડફિયાની એક યાદીમાં જણાવાયું હતું


















Recent Comments