વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં આ અભિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગળ ધપાવાવમાં આવી રહ્યું છે. આ કડીના ભાગરૂપે આયોજિત મેદસ્વિતા નિવારણ કેમ્પ – ૦૨માં શહેરીજનો ઉત્સાહપૂર્વક જોડાયા છે.
આ અંગે અમરેલી જિલ્લા યોગ બોર્ડના કો-ઓર્ડિનેટરશ્રી સાગરભાઈ મહેતાએ જણાવ્યું હતું કે,આ નાગરિકોના આરોગ્યનું મૂલ્યાંકન, યોગ જાગૃતિ અને પ્રિવેન્ટિવ હેલ્થ લાઇફસ્ટાઇલ તરફ લોકોને પ્રોત્સાહિત કરવાનો હતો. કેમ્પમાં યોગ સાધકો, ટ્રેનરો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો સહિત વિવિધ વય જૂથના લોકો ઉત્સાહભેર જોડાયા છે.
તેમણે ઉમેર્યું કે,આ કેમ્પમાં હેલ્થ સ્ક્રીનિંગ,બી.એમ.આઇ અને બોડી કમ્પોઝિશન ચેક, બ્લડ પ્રેશર – બ્લડ શુગર ચેકઅપ, પોશ્ચર એનાલિસિસ, ફિટનેસ ટેસ્ટ, યોગ થેરાપી માર્ગદર્શન, પોષણ (ન્યુટ્રિશન) કાઉન્સેલિંગ સ્ટ્રેસ & લાઇફસ્ટાઇલ ગાઇડન્સ આપવામાં આવી રહ્યું છે. કેમ્પમાં રોજિંદા સૂર્ય નમસ્કાર, યોગ ડેમો, ધ્યાન, શ્વાસ પ્રાણાયામ અને હેલ્થ ગાઇડન્સ આપવામાં આવી રહ્યું છે.
યોગ અને સૂર્ય નમસ્કાર દ્વારા બર્ન થતી કેલેરી વિશે માહિતી આપતા શ્રી મહેતા ઉમેરે છે કે, આસન/પ્રેક્ટિસ અંદાજિત ૧૦ મિનિટ સૂર્ય નમસ્કાર કરવાથી (સ્લો/મોડરેટ) ૪૫–૭૫ કેલરી બર્ન થાય છે. જ્યારે સૂર્ય નમસ્કાર (ફાસ્ટ/પાવર) કરવાથી ૧૦૦–૧૫૦ કેલરી બર્ન થાય છે. તેવી રીતે પાવર યોગ (હાઇ ઇન્ટેન્સ) ૯૦–૧૪૦ કેલરી બર્ન થાય છે. વિન્યાસા યોગ કરવાથી ૭૫–૧૧૦ કેલરી, હઠ યોગ (જનરલ) ૩૫–૫૫ કેલરી, ત્રિકોણાસન ૧૨–૨૦ કેલરી, વિરભદ્રાસન સિરીઝ ૨૫–૩૫ કેલરી ઉત્તકટાસન ૩૦–૫૦ કેલરી, ભુજંગાસન ૭–૧૨ કેલરી, સેતુ બંધાસન ૧૨–૨૦ કેલરી, નૌકાસન ૨૦–૩૫ કેલરી, પ્લેંક (કુલ ૩–૪ મિનિટ હોલ્ડ) ૫૦–૭૦ કેલરી, કપાલભાતી (૨૦૦–૨૫૦ સ્ટ્રોક)૨૦–૩૦ કેલરી, ભસ્ત્રિકા (3 મિનિટ)૧૨–૧૮ કેલરી બર્ન થાય છે. (વજન/ઇન્ટેન્સિટી મુજબ થોડો ફેરફાર શક્ય- એવરેજ વજન ૬૦-૭૦ કિલો આધારિત ) ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી દિવસોમાં રોજિંદી યોગ, યોગ્ય આહાર અને મેડ્સવિટાના હેલ્થ પેરામીટર્સ દ્વારા સ્વસ્થ જીવન જીવવાની જરૂરીયાત જણાવતા આવનારા દિવસોમાં વધુ આવા આરોગ્ય કાર્યક્રમો સતત ચાલતા રહેશે.


















Recent Comments