લોભ કે ભય ? ચીફ ઓફિસરે દબાણદાર ઉપર ફોજદારી કરવા દફ્તરી આદેશ બાદ ઇજનેરે ફરિયાદ તો કરી પણ તુરંત પરત કેમ ખેંચી ? દબાણ કરાવનારે જ દબાણ હટાવવું પડે તેવો ઘાટ
![](https://citywatchnews.com/wp-content/uploads/2025/02/IMG_20250213_160751-3.jpg)
દામનગર શહેર માં જાહેર રસ્તા ની જમીન ઉપર દબાણ કરી મકાન બનાવી લેનાર દબાણદાર નેતા વિરુદ્ધ ચીફ ઓફિસરે જાનં /એસ્ટા / ૨૫૬/ ૨૦૨૦ થી ફોજદારી ફરિયાદ કરવા પાલિકાના ઈજનેર ને દફ્તરી આદેશ બાદ દફ્તરી હુકમ થી ઇજનેરે દબાણદાર વિરુદ્ધ દામનગર પોલીસ માં ભારતીય દંડ સંહિતા ની કલમ ૧૫૪ હેઠળ લેખિત ફરિયાદ કરી ને માત્ર ગણતરી ના કલાકો માં ફરિયાદ પરત કેમ ખેંચી ? દબાણ દાર પાસે કેટલી રકમ મેળવી ? પાલિકા ના ભ્રષ્ટ સત્તાધીશો એ બાંધકામ ચાલતું હોય તેવા સમયે જ ઉપરી અધિકારી ના અદેશો નું પાલન કે ન કરાયું ? એવી તો શું મજબૂરી હતી ? પાલિકા ના લાલચુ સત્તાધીશો એ જાહેર રસ્તા ના દબાણ માં ખુલ્લી મદદ કરી હોવા નું રેકર્ડ ઉપર છે
દબાણદાર નેતા પાલિકા ના સદસ્ય હોવા થી પાલિકા પ્રમુખે પોતાની પાર્ટી નાજ સભ્ય નું ગેરકાયદેસર બાંધકામ કેમ અટકાવે ? એટલે ચોર ને કહે ચોરી કર અને ઘણી ને કહે જાગતા રહો ની યુક્તિ અપનાવી હવે સ્થિતિ એવી ઉભી થઇ કે પ્રમુખ NCP માંથી ભાજપ ભળી ગયા અને ફરી પાલિકા પ્રમુખ બન્યા પણ હમ સાથ સાથ હૈ દબાણદાર પણ ભાજપ માં ભળ્યા લેન્ડ ગ્રેબિન કેસ માં પાલિકા અધિનિયમ હેઠળ દબાણદૂર કરવાના હુકમ નો અમલ પાલિકા સત્તાધીશો કરે તો દબાણદાર ને મદદગારી કરનારે જ દબાણ હટાવવું પડે એવી સ્થિતિ ઉભી થાય જો પોષતા વહી મારતા જેવો ઘાટ સર્જાય દામનગર શહેર માં જાહેર રસ્તા ની જમીન ઉપર મકાન બનાવી લેનાર નેતા નું દબાણ દૂર કરવાનો લેન્ડ ગ્રેબિન હુકમ પછી પાલિકા તંત્ર દબાણ હટાવવા કરતા બચાવવાના મૂડ માં છે
કારણ દબાણ કરાવનારે જ દબાણ હટાવવું પડે તો ભારે નાલેશિ થાય પાલિકા ના ઇજનેરે ચીફ ઓફિસર ના આદેશ થી કરેલ પોલીસ ફરિયાદ પરત ખેંચી કેવડો મોટો આર્થિક લાભ લીધો હશે ? સરકાર ભલે કડક કાયદા કરે પણ સરકારી બાબુ ઓજ ભ્રષ્ટાચાર કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઓને વેગ આપે તો ? અમરેલી જિલ્લા કલેકટર નો લેન્ડ ગ્રીબિન ના આદેશ નો પાલિકા અમલ કરવામાં ઉણું ઉતરી રહ્યું છે કે આર્થિક લાભ મેળવી લેવાયો છે ? આ અંગે વિગતે જિલ્લા કલેકટર અમરેલી અને પ્રાંત અધિકારી લાઠી ને અરજદાર દ્વારા પત્ર પાઠવી આ પ્રકરણ ની ન્યાયી તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા તા૧૫/૦૨/૨૫ રોજ રજુઆત કરી પાલિકા ના ઇજનેરે દબાણદાર વિરુદ્ધ ઉપરી અધિકારી ના આદેશ બાદ કરેલ પોલીસ ફરિયાદ કોની મંજૂરી થી પરત ખેંચી ચા કરતા કિટલી ગરમ આ અંગે મોટો આર્થિક લાભ મેળવ્યો હોવા ની દહેશત સાથે વિગતે પાલિકા તંત્ર સામે તપાસ થવાની માંગ કરી
Recent Comments