ભાવનગર શ્રી વિદ્યા ગુરુ ફાઉન્ડેશન ના ઉપક્રમે શિશુવિહાર સંસ્થાનું અભિવાદન
ગુજરાતના જાણીતા કેળવણી કાર શ્રી રતિલાલભાઈ બોરીસાગર ના પ્રમુખ સ્થાને ગઠિત શ્રી લલુભાઈ શેઠ શિક્ષણ સન્માન શિશુવિહાર સંસ્થાની બાળકેળવણીને એનાયત થયું છે.લોક સેવક લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલામાં તારીખ ૧૧ જાન્યુઆરીએ વિશ્વ વંદનીય પૂજ્ય મોરારીબાપુ ના સાનિધ્યમાં યોજાયેલ સન્માન સમારોહમાં ભાવનગરની દ્રષ્ટિ સંપન્ન. સંનિષ્ઠ શિક્ષણ સંસ્થા તરીકે શિશુવિહારને રૂપિયા ૫૧.૦૦૦ તથા ચાંદીની ટ્રોફી દ્વારા સન્માનિત કરવામાં આવી છે
પર્વ પૂર્ણિમા અવસરે છેલ્લા ૧૫ વર્ષથી અપાતા સાહિત્ય શિક્ષણ સંગીત સન્માન અંતર્ગત ભાવનગરના જાણીતા ચિંતક શ્રી સુભાષ ભટ્ટને મનુભાઈ પંચોલી દર્શક સાહિત્ય સન્માન .તેમજ શ્રી નેહલ ગઢવીને પન્ના નાયક નારી શક્તિ પારિતોષિક અર્પણ થયું છે..
સેવાના માધ્યમથી લોક શિક્ષણન
ના હિમાયતી ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી લલ્લુભાઈ શેઠ સ્થાપિત આરોગ્યધામ તેમજ ખાદી કાર્ય વિચાર સાથે જોડાયેલ સંકુલના કાર્યકરો તેમજ ડોક્ટરોની ઉપસ્થિતિમાં યોજાયેલ ગરીમાં પૂર્ણ સમારોહમાં શિશુવિહાર સંસ્થા ના મંત્રી ડોક્ટર નાનકભાઈ ભટ્ટ તેમજ ભાવનગરના હજારો બાળકોને જીવન શિક્ષણ આપનાર શ્રી ઇન્દિરાબેન અને હરેશભાઈ માનભાઈ ભટ્ટ દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂજ્ય મોરારીબાપુએ. સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ ના કાર્યકરોને સેવા ભાવથી સમાજને જાગ્રત અને કરુણામય રાખવા વંદના કરી હતી. લોકભારતી યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડોક્ટર ભદ્રાયુ વછરાજાની તેમજ કવિ શ્રી પ્રણવ પંડ્યા ના સંકલન સાથે યોજાયેલ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મુંબઈથી દાતાઓ તેમજ આરોગ્ય સેવા કેન્દ્રના ડોક્ટરો જોડાઈ ભાવનગર ની સેવા .શિક્ષણ અને સંસ્કૃતિને બિરદાવવામાં આવી હતી….


















Recent Comments