અમરેલી એસ ટી તંત્ર દ્વારા ગ્રામ્ય પરિવહન માં ભારે બેદરકાર
અમરેલી ભાવનગર એસટી બસ નું રેઢીયાર તંત્ર ગમે ત્યારે કેન્સલ કરવામાં આવે અમરેલી ભાવનગર જે વાયા લીલીયા હરીપર હાથીગઢ ગુંદરણ પાંચ તલાવડા કણકોટ શાખપુર જેવા જિલ્લાના છેવાડા ના ગામડા માટે આ એસટી બસ આશીર્વાદરૂપ છે પણ અમરેલી ડેપોના આડેધડ વહીવટ ના કારણે આ બસ ગમે ત્યારે બંધ કરવામાં આવે છે જેમાં શાખપુર હાઇસ્કુલ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને આ ગામડાના લોકોને ભાવનગર જવા માટે ભારે મુશ્કેલી પડી રહેશે એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓને અવારનવાર રજૂઆત કરવા છતાં આ રૂટ ગમે ત્યારે બંધ કરી દેવામાં આવે છે જેની રજૂઆત વાહન વ્યવહાર મંત્રી અને એસટીના અધિકારીઓને શાખપુર સરપંચ શ્રી જસુભાઈ ખુમાણ અને પાંચ તલાવડા સરપંચ શ્રી ધીરુભાઈ ખુમાણ દ્વારા આ એસટી બસ અમરેલી ભાવનગર રેગ્યુલર ચલાવવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે
Recent Comments