GSNP દ્વારા કૌશલ્ય પ્રોજેક્ટ અંતરગર્ત કેરિયર અને કૌશલ્યલક્ષી તાલીમ વિષે માર્ગદર્શન અપાયું
સુરત GSNP ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ HIV અને અનંત ફાઉન્ડેશનના સયુંક્ત પ્રયાસોથી સુરત જીલ્લાનના નવા ડીંડોલી વિસ્તારમાં આવેલ સુમન કેશવ આવાસ ખાતે HRG હાઈરિસ્ક જૂથ અને લક્ષિત જૂથ માટે એક દિવસીય કેમ્પ રાખવામમાં આવેલ જેમાં આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરેલ, લોકદ્ર્ષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ ચક્ષુબેક ના ઓપ્થલ્મીક આસી. ઉપ પ્રમુખ દિનેશભાઈ જી. જોગાણી દ્વારા નિઃશુલ્ક આંખોની તપાસ અને લાયન્સ ક્લબ સુરત ક્રિસ્ટલ ગ્રુપની મદદથી નિઃશુલ્ક ચશ્માં વિતરણ કરવામાં આવેલ,તે ઉપરાંત અંબુજા ફાઉન્ડેશન દ્વારા ફક્ત ૨૦ રૂપિયામાં પ્રાથમિક આરોગ્ય તપાસ કરવામાં આવેલ જેમાં HIV ટેસ્ટીંગ, શુગર ટેસ્ટીંગ, બીપીની તપાસ અને દવાઓ આપી હતી, જયારે GSNP+ દ્વારા કૌશલ્ય પ્રોજેક્ટ અંતરગર્ત ૧૮ વર્ષથી ઉપરના તમામને કેરિયર અને કૌશલ્યલક્ષી તાલીમ વિષે માર્ગદર્શન આપવામમાં આવેલ.
Recent Comments