GSRTC-અમરેલીમાં એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઉમેદવારોએ તા.૧૭ મે સુધીમાં અરજી કરવી
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, અમરેલી ખાતે એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ આગામી તા. ૦૫ મે,૨૩ થી તા.૧૭ મે,૨૩ સુધીમાં અરજી કરી શકે છે. અમરેલી વિભાગ હેઠળના વિભાગીય યંત્રાલય અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, રાજુલા, ઉના, કોડીનાર ડેપો ખાતે એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ અન્વયે ખાલી જગ્યા ભરવાની થાય છે. મીકેનીક માટે ધો.૧૦ પાસ, આઈ.ટી.આઈ ડીઝલ મીકેનીક, એમ.એમ.વી, ઇલેક્ટ્રિશીયન, ફીટર, ટર્નર ટ્રેડમાં પાસ ઉમેદવારો, કચેરી કામકાજ દરમિયાન અરજીપક્ષક વિભાગીય કચેરી, લાઠી રોડ, અમરેલી ખાતેથી રુબરુમાં રુ.૫ની કિંમતે, સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા દરમિયાન મેળવી લેવાના રહેશે અને સબમિટ કરવાના રહેશે. આ ભરતીમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in/ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ઉમેદવારો તા.૧૯ મે,૨૩ સાંજના ૪ વાગ્યા સુધી અરજી કરી શકે છે. આ અંગેની વધુ માહિતી અને વિગતો માટે જી એસ આર ટી સી નિયામકશ્રીની કચેરી, લાઠી રોડ, અમરેલીનો સંપર્ક કરવા વિભાગીય નિયામકશ્રી, એસ.ટી.અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments