અમરેલી

GSRTC કર્મચારીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું

શ્રી પ્રેમજીભાઈ બીજલભાઈ  સાગઠીયા તેઓ હાથસણી રોડ રામદેવ મંદિર પાસે સાવરકુંડલા રહે છે . તેઓ રાજુલા-ભુજ એસટી બસમાં તેમનું પાકીટ પડી ગયેલ હતું. શ્રી પ્રેમજીભાઈ બીજલભાઈ સાગઠીયાએ અમરેલી એસટી ડેપોમાં તેમના મિત્ર શ્રી ડી.કે.રાઠોડને જાણ કરતા તેમણે તે બસના કંડકટર શ્રી જગુભાઈ બુધેલાનો સંપર્ક કરતા તેઓનું પાકીટ બસમાં શ્રી પ્રેમજીભાઈ સાગઠીયા બેઠેલ સીટ નીચેથી શોધીને પાકીટ, રોકડ રકમ અને ડોક્યુમેન્ટ સલામત રીતે પરત કરેલ છે, શ્રી ડી.કે.રાઠોડ અને કંડકટર શ્રી જગુભાઈ બુધેલાએ માનવતાનું અનેરું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું તેમજ  શ્રી પ્રેમજીભાઈ સાગઠીયા દ્વારા GSRTC ના કર્મચારી શ્રી ડી.કે.રાઠોડ અને કંડકટર શ્રી જગુભાઈ બુધેલાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો.

Related Posts