અમરેલી

જી.એસ.આર.ટી.સી. દ્વારા અમરેલી-અંબાજી યાત્રાધામ બસ સેવાનો પ્રારંભ

મુસાફરોની માગણીને ધ્યાને લઈ અમરેલી જી.એસ.આર.ટી.સી. – એસ.ટી તંત્ર દ્વારા અમરેલીથી અંબાજી લાંબા રુટની એસ.ટી. બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.તા.૦૧.૦૩.૨૦૨૫ના રોજથી નિયમિત રીતે અમરેલીથી સાંજે ૭.૩૦ વાગ્યે પ્રસ્થાન કરે છે અને તે બસ બીજે દિવસે સવારે ૬.૨૦ વાગ્યે અંબાજી પહોંચે છે.

૨*૨ લક્ઝરી કોચ આ બસ રુટ અમેરલીથી લાઠી, ઢસા, ગઢડા, બોટાદ, ધંધુકા, અમદાવાદ, અડાલજ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર અને અંબાજી રહેશે. અંબાજી થી અમરેલી પહોંચવા માટે આ બસ અંબાજી, પાલનપુર, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, અડાલજ, અમદાવાદ, ધંધુકા, બોટાદ, ગઢડા, ઢસા, લાઠી વાળા રુટ પર અમરેલી ખાતે સાંજે ૫ વાગ્યા પછીના સમયે પહોંચે છે.અંબાજી અને અંબાજી સુધી પહોંચવા માટે વચ્ચે આવતા વિવિધ સ્થળો સુધી પહોંચવા આ બસ સેવાનો વધુમાં વધુ નાગરિકોને લાભ લેવા અમરેલી એસ.ટી. વિભાગીય નિયામકશ્રીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.

Related Posts