ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (ય્જી્)ને ૭ વર્ષ પૂરા થવાના છે. ૧ જુલાઈ ૨૦૧૭ના રોજ તેને લાગૂ કરાયો હતો. જેમાં ૧૭ સ્થાનિક ટેક્સ અને ફી સામેલ કરાયા હતા. છેલ્લા સાત વર્ષમાં જાેઈએ તો અનેક એવા ઉત્પાદનો અને સેવાઓ છે જેના જીએસટી લાગવાથી ટેક્સમાં ઘટાડો જાેવા મળ્યો છે અને જનતાને સીધો ફાયદો થયો છે. જાણો કઈ કઈ વસ્તુઓ સસ્તી થઈ છે. ઝ્રમ્ૈંઝ્ર તરફથી બહાર પાડવામાં આવેલા ડેટા મુજબ જીએસટી લાગૂ થયા બાદ ઘરોમાં ઉપયોગમાં લેવાનારી અનેક વસ્તુઓ જેમ કે લોટ, કોસ્મેટિક, ટેલિવિઝન, ફ્રીજ જેવી વસ્તુઓના ભાવમાં ઘટાડો જાેવા મળ્યો છે.
ઝ્રમ્ૈંઝ્ર ના આંકડા મુજબ જીએસટી લાગૂ થયો તે પહેલા લોટ, દહીં અને છાશ તથા મધ પર ક્રમશઃ ૩.૫ ટકા, ૪ ટકા અને ૬ ટકા ટેક્સ લાગતો હતો. જે હવે શૂન્ય થઈ ગયો છે. જ્યારે કોસ્મેટિક અને ડિટર્જન્ટ પર ૨૮ ટકા, હેર ઓઈલ, સાબુ અને ટુથપેસ્ટ પર ૨૭ ટકા ટેક્સ લાગતો હતો. જીએસટી આવ્યા બાદ આ વસ્તુઓ પર ૧૮ ટકા ટેક્સ લાગે છે. જીએસટી આવ્યા પહેલા એલપીજી ગેસ પર ૨૧ ટકા ટેક્સ લાગતો હતો. જે હવે ઘટીને ૧૮ ટકા થઈ ગયો છે. ઝ્રમ્ૈંઝ્ર દ્વારા બહાર પડેલા આંકડામાં જણાવાયું છે કે ઈલેક્ટ્રોનિક ઉપકરણો, પંખો, વોટર કૂલર અને ફર્નીચર પર જીએસટી લાગૂ થયો તે પહેલા ૩૧.૩ ટકા ટેક્સ લાગતો હતો. જે હવે ઘટીને ૧૮ ટકા થઈ ગયો છે. હાલમાં જ યોજાયેલી જીએસટી પરિષદની બેઠકમાં નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું હતું કે કરદાતાઓને ખાતરી અપાવવા માંગુ છું કે અમારો ઈરાદો જીએસટી કરદાતાઓની જીંદગી સરળ બનાવવાનો છે. અમે સિસ્ટમની જટિલતાઓને ઓછી કરવા માટે સતત કામ કરી રહ્યા છીએ.
Recent Comments