ગુજરાત

અમદાવાદ-સુરતના 8 અગ્રણી ગરબા આયોજકોને ત્યાં GST ના દરોડા

નવરાત્રિના પાવન પર્વ દરમિયાન અમદાવાદ અને સુરતમાં 8 અગ્રણી ગરબા આયોજકો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વિભાગે સોમવારથી(30 સપ્ટેમ્બર) તપાસ હાથ ધરી છે.

મળી રહેલી માહિતી અનુસાર, 10થી વધુ GST અધિકારીઓની ટીમે આ કાર્યક્રમોમાં તપાસ શરૂ કરી છે, જેના કારણે અન્ય પણ નાના-મોટા આયોજકોમાં ફફડાટ મચી ગયો છે. મુખ્ય કારણ બેફામ પાસ વેચાણ અને GST ચોરી જેવા આરોપો છે, જે નવરાત્રીના કાર્યક્રમોમાં વેપારી વ્યવહારો પર પ્રશ્નચિહ્ન ઉભા કરે છે.

આદિત્ય ગઢવી, જિગ્રદાન ગઢવી અને પૂર્વ મંત્રી જેવા સ્ટાર કલાકારોના દર્શાવતા કાર્યક્રમો તપાસ હેઠળ હતા. આ કાર્યવાહી મુખ્યત્વે બ્લેકમાં વેચાતા પાસને લઈને કરવામાં આવી છે. મોટા આયોજકો દ્વારા મોટી કમાણી કરવામાં આવે છે, પરંતુ તેમાં કરચોરી થતી હોવાની શંકાના આધારે આ દરોડા પાડવામાં આવ્યા છે.

સુવર્ણ નવરાત્રીના સુરત અને અમદાવાદમાં ગરબા આયોજનમાં લાખો લોકો ગરબા અને ડાંડિયાના આનંદમાં ડૂબેલા છે, પરંતુ આ ઉત્સાહ વચ્ચે GST વિભાગે અચાનક એક્શન લઈને આયોજકોને ઝાટકો આપ્યો છે. સુરતના VR મોલ, વેસુ અને અન્ય મોટા વેન્યુઝ પર યોજાતા કાર્યક્રમોમાં પાસની ઓનલાઇન બુકિંગ અને વેચાણમાં GSTના નિયમોનું પાલન ન થવાના આરોપોમાં તપાસ શરૂ થઈ છે.

નક્કી કરેલા ભાવે વેચવાના પાસ, કાળાબજારમાં કથિત રીતે ઊંચા દરે વહેંચવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો બહાર આવ્યા બાદ તપાસ હાથ ધરાઈ હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ઘણા પાસ જાહેર કરાયેલી કિંમત કરતાં બમણા કે ત્રણ ગણા ભાવે વેચાઈ રહ્યા હતા. વિભાગ તપાસ કરી રહ્યું છે કે શું મહેસૂલ ઘોષણાઓમાં ફેરફાર કરીને કલેક્શન ઓછું બતાવવામાં આવ્યું હતું.

જીએસટી વિભાગે આયોજકો પાસેથી પાસના વેચાણ, આવક અને ખર્ચનો સંપૂર્ણ હિસાબ માગ્યો છે. આ દરોડામાં 10થી વધુ અધિકારીઓની ટીમો સામેલ હતી, જેણે ગરબા આયોજનના વિવિધ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી હતી. નવરાત્રિના સુવર્ણ અવસરે જ આ પ્રકારની કાર્યવાહી થતા ગરબા રસિકોમાં પણ ભારે ચર્ચા જાગી છે.

જીએસટી વિભાગની આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે સરકાર ગરબા જેવા મોટા આયોજનોમાં થતી કરચોરીને રોકવા માટે કડક પગલાં ભરી રહી છે. હાલમાં તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.

GST વિભાગના અધિકારીઓ અનુસાર, આ દરોડા બેફામ પાસ વેચાણ અને ટિકિટના વેચાણમાં GST ચોરીના આરોપોને કારણે કરવામાં આવ્યા છે. “નવરાત્રી જેવા મોટા તહેવારોમાં વેપારી વ્યવહારોમાં પારદર્શિતા જરૂરી છે. અમે ટિકિટ વેચાણ, સ્પોન્સરશિપ અને અન્ય આવકના સ્ત્રોતોની તપાસ કરીશું.

GST વિભાગના એક અધિકારીએ જણાવ્યું છે. આ કાર્યક્રમોમાં ગોલ્ડ અને પ્લેટિનમ પાસની કિંમતો ઊંચી હોવાથી વેચાણમાંથી મોટી આવક થાય છે, જેમાં GSTનું પાલન ન થવાથી વિભાગે કડાકોર પગલાં લીધાં છે. તપાસમાં જો ચોરી સાબિત થઈ તો આયોજકો પર દંડ અને કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

Related Posts