જિલ્લા વહીવટી તંત્ર-ભાવનગર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સહયોગથી
“મિશન બાલમન” કાર્યક્રમ અંતર્ગત માનસિક સ્વાસ્થ્ય અંગે ભાવનગરની કે.પી.ઈ.એસ. શાળા કાળીયાબીડ ખાતે મુખ્ય
જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ચંદ્રમણી કુમાર પ્રસાદ અને સુપ્રીન્ટેન્ડેન્ટશ્રી, સર ટી હોસ્પિટલ ડૉ. અશોક વાળા દ્વારા
348 બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે બાળકોને માનસિક બીમારીને પણ શારીરિક બીમારી ની જેમ
વ્યક્ત કરવા અંગે સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ
ચૌધરીના નેતૃત્વ હેઠળ આયોજિત છે. “મિશન બાલમન” બાળકોના મનસ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવી, તણાવ અને
ભય જેવી સમસ્યાઓની ઓળખ કરવી અને યોગ્ય માર્ગદર્શન દ્વારા સમાધાન તરફ આગળ વધવાનો મુખ્ય હેતુ છે.
‘મિશન-બાલમન’ ના સમારોહમાં અધિક્ષક શ્રી સર ટી હોસ્પિટલ ભાવનગર, ડૉ. અશોક વાળા દ્વારા પ્રેરણાદાયી
ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, તમે પણ ડિપ્રેશનના શિકાર કે ભોગ બનેલાં હોય તો ગભરાવવાની કે ચિંતા કરવાની
જરૂર નથી બસ આપની લાગણીઓ આપણા માતા-પિતા, મિત્રો કે મનોચિકિત્સક ડોક્ટર સાથે શેર કરવી જોઈએ.
ડિપ્રેશનનો શિકાર સારામાં સારાં ડોક્ટર હોય કે અબજોપતિ હોય ગમે તેને થઈ શકે છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ ચંદ્રમણીકુમાર પ્રસાદે કહ્યું કે, જે રીતે તમામ શાળાઓમાં કચરો
નાંખવા માટે ડસ્ટબીન હોય છે તે જ રીતે મનની લાગણીઓ વ્યક્ત કરવા માટે ભાવનગર જિલ્લાની તમામ
શાળાઓમાં કસ્ટબીનની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને પોતાની સમસ્યા રજૂ કરવા માટેનું યોગ્ય
પ્લેટફોર્મ મળી રહે અને તેમની વાતનું નિરાકરણ લાવી શકાય.
કાર્યક્રમમાં બાળકો પાસેથી પ્રશ્નો મંગાવી અને માનસિક સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી
હતી.
આ પ્રસંગે માનસિક રોગ નિષ્ણાત શ્રી ડૉ.માનસંગ ડોડીયા, ડૉ પરેશ જાની, ડૉ સોનાલી મહેતા, ડૉ ધવલ દવે,
ડૉ. પ્રણવ આસ્તિક, ડૉ નીલમબેન રંગલાણી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ
ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી તરુણભાઇ વ્યાસ તેમજ શિક્ષકો એ ભારે
જહેમત ઉઠાવી હતી.


















Recent Comments