fbpx
ભાવનગર

લોકભારતી સણોસરામાં બાગાયત વિભાગ પરિસંવાદમાં માર્ગદર્શન

લોકભારતી સણોસરામાં બાગાયત વિભાગ દ્વારા યોજાયેલ પરિસંવાદમાં નિષ્ણાતો દ્વારા અપાયેલ માર્ગદર્શનમાં બાગાયતી પાકોમાં ફળ માખી નિયંત્રણ માટે ખેડૂતોનાં સામૂહિક પ્રયાસો અનિવાર્ય હોવાનું જણાવાયું.કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી સણોસરામાં બાગાયતી પાકોમાં ફળ માખી નિયંત્રણ પરિસંવાદમાં કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું. નાયબ બાગાયત નિયામક કચેરી, ભાવનગર દ્વારા એક દિવસીય ખેડૂત પરિસંવાદમાં લોકભારતી સંસ્થાનાં વડા શ્રી અરુણભાઈ દવેએ ઉત્પાદન વધવા સાથે તેનાં મૂલ્યવર્ધન માટે વ્યાપારિક અભિગમ પર ભાર મૂક્યો. ફળ માખી નિયંત્રણ સંદર્ભે તેઓએ સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે કૃષિ અને જીવન અંગે સુંદર વાત કરી. 

લોકભારતી વિશ્વ વિદ્યાલયનાં વડા શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણીએ ફળ માખીની ઝીણવટ ભરી વિકાસ પ્રક્રિયા અને સંવનન સામે તકેદારી રાખવા વિગતો જણાવી. આ સંસ્થામાં પ્રાકૃતિક ખેતી સાથેનાં અભ્યાસક્રમો અંગે પણ જાણકારી આપી.નાયબ બાગાયત નિયામક શ્રી મહેશભાઈ વાઘમશીએ સ્વાગત ઉદ્બોધન સાથે પ્રાસંગિક વાત કરી ખેડૂતોને સામૂહિક પ્રક્રિયામાં જોડાયાં કહ્યું.કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં વડા શ્રી નિગમ શુક્લએ બાગાયતી પાકોમાં ફળ માખીથી થતાં નુકસાન અને નિયંત્રણ સંબંધી છણાવટ પ્રસ્તુત કરેલ.

આ પરિસંવાદમાં નાયબ ખેતી નિયામક શ્રી સુભાષભાઈ વાઘમશીએ રોપા, બિયારણ, ખાતર અને દવાની ગુણવત્તા વિશે માર્ગદર્શન આપ્યું. ખેતીવાડી બાગાયત વિભાગનાં અધિકારીઓ શ્રી જયેશભાઈ પરમાર, શ્રી રિઝવાનભાઈ કાઝી, શ્રી વામજા, શ્રી પટેલ વગેરે નિષ્ણાતો દ્વારા અપાયેલ માર્ગદર્શનમાં બાગાયતી પાકોમાં ફળ માખી નિયંત્રણ માટે ખેડૂતોનાં સામૂહિક પ્રયાસો અનિવાર્ય હોવાનું જણાવાયું.કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં શ્રી શીલાબેન બોરિચાનાં સંચાલન સાથે આ પરિસંવાદનો લાભ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ લીધો

Follow Me:

Related Posts