અમરેલી આઈ સી ડી એસ ઘટક અમરેલી -૨ દ્વારા દેવભૂમિ દેવળીયા ખાતે આજરોજ પૂર્ણાદિવસ ની ઉજવણી ના ભાગ રૂપરેખા માનસિક સ્વાસ્થ્ય અને આરોગ્ય પોષણ અંગે કાર્યક્રમ દેવળીયા પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવેલ જેમાં ગામના આગેવાન નાથાલાલ સુખડીયા, શાળાના આચાર્ય શ્રી અમરીશભાઈ રાજ્યગુર, આઈ સી ડી એસ સુપરવાઈઝર દેવાંગીબેન ગોસ્વામી, આંગણવાડી કાર્યકર બહેનો અને ગામની કિશોરીઓ મોટી સંખ્યામાં હાજર રહેલ.કિશોરીઓમાં આરોગ્ય શિક્ષણ સાથે સ્વ ની ઓળખ, લાગણીઓનું વ્યવસ્થાપન, સોશ્યલ મીડિયાના ઉપયોગ દુરુપયોગ વિષયો પર સુપરવાઈઝર દેવાંગીબેન ગોસ્વામી દ્વારા વિગતવાર સમજણ આપવામાં આવેલ, ગામના આગેવાન નાથાલાલ દ્વારા ગામની કિશોરી ઓને આઈ સી ડી એસ ના આંગણવાડી પર થી લાભ મેળવવા અને તેના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવેલ, કાર્યક્રમમાં કિશોરિઑ માટે એક ‘ ચિંતાની પેટી’ મુકવામાં આવેલ જેમાં તેઓ પોતાની મૂંઝવણૉ ઠાલવી માર્ગદર્શન મેળવેલ.કાર્યક્રમમાં ભાગ લેનાર વિજેતા કિશોરીઓને ભેટ આપી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ.
“ચિંતા ની પેટી માં મુંઝવતા પ્રશ્નો નું માર્ગદર્શન” આઈ સી ડી એસ ઘટક અમરેલી -૨ દ્વારા દેવભૂમિ દેવળીયા ખાતે પૂર્ણાદિવસ ની ઉજવણી

















Recent Comments