ભાવનગર

શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ – હબુકવડમાં યોજાશે માર્ગદર્શન સેમિનાર અને પ્રવેશ પરીક્ષા

 ધોરણ – 10 ની બોર્ડની પરીક્ષામાં A+ મેળવનાર વિદ્યાર્થીની સંપૂર્ણ ફી માફ.

       તળાજા તાલુકાના હબુકવડ ખાતે કાર્યરત શ્રી કર્મયોગ વિદ્યા સંકુલમાં ધોરણ – 10 ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર અને ધોરણ – 11 સાયન્સ માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન આગામી તારીખ : 22 / 03 / 2026 ને રવિવારના રોજ સવારે 10 : 00 વાગ્યે કરવામાં આવશે. આ પ્રવેશ પરીક્ષાનો અભ્યાસક્રમ ધોરણ – 10 આધારિત રહેશે તેમજ પરીક્ષા 50 ગુણની રહેશે . જેમાં 25 ગુણના ગણિત અને 25 ગુણના વિજ્ઞાન ના પ્રશ્નોના પૂછવામાં આવશે. ગણિતમાંથી 20 અને વિજ્ઞાન માંથી 20 એમ બંને વિષયો માંથી 40 ગુણનું ઓબ્જેક્ટિવ અને ગણિત 5 અને વિજ્ઞાનમાંથી 5 એમ બંને માંથી 10 ગુણના વર્ણનાત્મક પ્રશ્નો પૂછવામાં આવશે.વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષામાં મળેવેલ ગુણને આધારે શાળા દ્વારા ફી માફીનો લાભ આપવામાં આવશે. શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ દ્વારા વધારેમાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને વધારેમાં વધારે ફી માફી મેળવે તેવો ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

           શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ હબુકવડ ટૂંક સમયમાં શિક્ષણ ક્ષેત્રે તાલુકામાં અગ્રેસર કાર્ય કરી રહી છે. શાળા દ્વારા ખૂબ ટૂંક સમયમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે. મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો અને વાલીઓ માટે આ શાળા ખૂબ જ વ્યાજબી ફી સાથે ખૂબ જ સરાહનીય કાર્ય કરે છે. ધોરણ 10 અને 12 ના 100 % પરિણામ સાથે આ સંસ્થા સર્વશ્રેષ્ઠ શાળા તરીકે ગ્રામ્ય વિસ્તારમાં વિશેષ ખ્યાતિ મેળવી રહી છે.

Related Posts