અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને અમરેલી બેટી બચાઓ અને બેટી પઢાઓ સેલ દ્વારા બાબરા, લાઠી અને અમરેલી તાલુકામાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીશ્રીઓ માટે સરકારની કલ્યાણકારી યોજનાઓ અને બાલિકા પંચાયત જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા બાલિકા પંચાયત ૨.૦ની માર્ગદર્શિકા, વહાલી દીકરી યોજનામાં આવકનું પ્રમાણપત્ર, લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર સત્વરે લાભાર્થીઓને મળે તે અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના ઉપયોગી સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસરશ્રી, સી.ડી.પી.ઓશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તલાટી કમ મંત્રીશ્રીઓ, Dhew જિલ્લા મિશન કો-ઓર્ડિનેટરશ્રી હસમુખભાઈ, જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી કૃણાલભાઈ, શ્રી જાનાબેન અને સ્પેશિયાલિસ્ટ ઇન ફિનાન્સિયલ લીટરેસી શ્રી મીનાક્ષીબેન ઉપસ્થિત રહ્યા હતા તેમ અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments