ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી ધોરણ 10 અને 12 ના પરીક્ષાર્થીઓને માનસિક તનાવમાંથી મુક્તિ મળે અને તેઓ સ્વસ્થ અને નિર્ભય રીતે પરીક્ષા આપી શકે તથા આત્મવિશ્વાસ કેળવીને સફળતાના લક્ષાંકો સુધી જઈ શકાય તેવા ઉમદા હેતુથી સમગ્ર ગુજરાતમાં 16 જેટલાં જિલ્લાઓમાં એક અભિયાન ચલાવવામાં આવ્યું. આ અભિયાનનું નામાભિધાન કરવામાં આવ્યું હતું “દસ-બાર ચપટીમાં પાર “અને તે શીર્ષકથી ગુજરાત ભરની 85 જેટલી શાળાઓમાં 25 કાર્યકર્તાઓ કે જેઓ શિક્ષણની સાથે સમર્પિત ભાવથી જોડાયેલા છે તેઓ પહોંચ્યા હતાં. આ કાર્યકર્તાઓએ પરીક્ષાર્થીઓને પરીક્ષાનું ટાઈમ મેનેજમેન્ટ, અભ્યાસક્રમની વિવિધ પ્રકારની ટેક્નિક, પરીક્ષાની પદ્ધતિ, લેખનની પદ્ધતિ તથા અન્ય મહત્વના મુદ્દાઓની ચર્ચા કરીને 10000 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓને આ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આપ્યું હતું.સૌથી વધું શાળાઓ આણંદ જિલ્લામાં આવરી લેવામાં આવી હતી.ભાવનગરની પણ 10 શાળાઓમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું.ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા આવા નિસ્વાર્થ અને સેવાકીય શિક્ષણના કામો વિવિધ સ્તરે યોજાઈ રહ્યાં છે. આ કાર્યક્રમનું સમાપન 15 જાન્યુઆરીએ થયું તે નિમિત્તે મંચ સંયોજક શ્રી તખુભાઈ સાંડસુરે સૌ પરીક્ષાર્થીઓને શુભેચ્છા અર્પીને ઉજ્વળ કારકિર્દીની કામનાઓ કરી અને આ પ્રકારના ઉત્તમ કાર્ય માટે માધ્યમ બનનારા સૌ શિક્ષક ભાઈ બહેનોને અભિનંદન પણ આપ્યાં.
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના ઉપક્રમે જાહેર પરીક્ષાના દસ હજાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન


















Recent Comments