ગુજરાત ભાજપે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કુલ ૨૧૫ બેઠકો પર કોઈ પણ ચૂંટણી લડ્યા વિના બિનહરીફ જીતનો દાવો કર્યો
![](https://citywatchnews.com/wp-content/uploads/2025/02/7-6-1140x620.jpg)
ગુજરાત ભાજપે દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કુલ ૨૧૫ બેઠકો પર કોઈ પણ ચૂંટણી લડ્યા વિના બિનહરીફ જીતનો દાવો કર્યો. અન્ય બેઠકો માટે મતદાન ૧૬ ફેબ્રુઆરીએ થવાનું છે. ભાજપ (મ્ત્નઁ) દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, પાર્ટીએ ૪ નગરપાલિકાઓ – હાલોલ, ભચાઉ, જાફરાબાદ અને બાંટવામાં બિનહરીફ જીત મેળવી છે. ભાજપના મતે આ બેઠકો પર વિપક્ષી પક્ષોના ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે.
એસ. મુરલીકૃષ્ણે કહ્યું “રાજ્યમાં કુલ ૧૭૦ સંસ્થામાં ચૂંટણી યોજાવાની છે. જેમાં કુલ વૉર્ડ ૬૯૬ છે, અને બેઠકોની સંખ્યા ૪,૩૯૦ છે.” “સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાનમથકોની સંખ્યા અનુક્રમે ૧,૦૩૨ અને ૨૪૪ છે. ચૂંટણીપ્રક્રિયા માટે કુલ ૨૫ હજાર પોલીસજવાનોને તહેનાત કરાશે.”
ભાજપ(મ્ત્નઁ)ના નેતાઓના દાવાઓથી વિપરીત કોંગ્રેસે (ર્ઝ્રહખ્તિીજજ) આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) દ્વારા ધમકી આપવામાં આવ્યા બાદ તેમના ઉમેદવારોને ચૂંટણી સ્પર્ધામાંથી ખસી જવું પડ્યું. ભાજપે કોંગ્રેસના આ આરોપને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.
Recent Comments