ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના સંયોજક શ્રી તખુભાઈ સાંડસુરે એક યાદીમાં જણાવ્યું છે કે સંસ્થાએ “ગણતરથી ભણતર કથા” શિર્ષકથી ધોરણ 10/12 ના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન અભિયાન 11 જિલ્લામાં 76 હાઇસ્કુલમા ચલાવવામાં આવ્યું.23 જેટલા શિક્ષક ભાઈ બહેનોએ પ્રેરક શિક્ષકો તરીકે કુલ સંખ્યા 6,571 વિદ્યાર્થીઓ સુધી આ યાત્રાને પહોંચતી કરી.આ સંસ્થા આવી સ્વૈચ્છિક પ્રવૃત્તિઓ સ્વબળે ઝીરો ખર્ચથી ચલાવી રહી છે.વિધાર્થીઓને પરિક્ષાના ભયથી ભ્રમિત નહીં પણ ભુતળ થવાનો સંદેશ એક નક્કર કાર્યથી આપવામાં આવ્યો.જેનુ સંકલન ડો.કિરીટભાઈ ચૌહાણ (આણંદ) દ્વારા કરવામાં આવ્યું.પ્રારંભમા મોટીવેટર શ્રી પરેશ ભટ્ટે ગુજરાતમા આ રીતે ચોક્કસ હેતુથી કાર્યરત સૌને તાલીમબધ્ધ કર્યા હતા.બધી સંસ્થાઓમાં ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ એક પથદર્શક બની રહી છે.આ અભિયાન તા 10-12-25 થી 11-1-26 સુધી એક માસ સુધી અવિરત કાર્યરત રહીને વિરામ પામ્યું.
ગુજરાતના શૈક્ષણિક મંચે 11 જિલ્લાની 76 હાઈસ્કૂલમા આપ્યું માર્ગદર્શન

















Recent Comments