ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો જારી છે, જાેકે હવે રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો જારી છે, જાેકે હવે રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. આમ છતાં ઠંડી યથાવત રહી હતી. સવારે પણ ધુમ્મસ હતું. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો જારી છે, જાેકે હવે રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. આમ છતાં ઠંડી યથાવત રહી હતી. સવારે પણ ધુમ્મસ હતું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. જાેકે, રાજ્યમાં લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી ૨૪.૭ ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. ૧૪ ડિગ્રી સાથે વડોદરા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે,
પરંતુ હવે શિયાળો સંપૂર્ણપણે જામી ગયો છે. ઠંડીમાં પણ પ્રમાણમાં વધઘટ રહે છે, જાેકે શુક્રવારે ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગુરુવારની સરખામણીમાં શુક્રવારે તાપમાનમાં ૧-૨ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. રાજ્યમાં લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી ૨૪.૭ ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. ૧૪ ડિગ્રી સાથે વડોદરા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં લઘુત્તમ તાપમાન ૨૪.૭ ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૮.૧ ડિગ્રી, ડીસામાં ૧૭.૬ ડિગ્રી અને નલિયામાં ૧૪.૮ ડિગ્રી નોંધાયું હતું.
અમદાવાદમાં તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થયો રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં એક-બે ડિગ્રીનો ફેરફાર જાેવા મળ્યો છે, ત્યારે અમદાવાદની વાત કરીએ તો ગુરુવારની સરખામણીએ શુક્રવારે અમદાવાદમાં તાપમાનમાં ૨ ડિગ્રીનો વધારો થયો છે. ગુરુવારે લઘુત્તમ તાપમાન ૧૬.૫ ડિગ્રી નોંધાયું હતું જે શુક્રવારે ૧૮.૧ ડિગ્રી હતું. આ રીતે શહેરના તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થયો હતો. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં પણ તેની અસર જાેવા મળી રહી છે. આગામી દિવસોમાં ઠંડા પવનો પણ વધશે. જેના કારણે રાજ્યમાં પણ ઠંડીનું જાેર વધશે. ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. જેની અસર રાજ્યમાં પણ જાેવા મળી રહી છે. આ રીતે હવામાન વિભાગ આગામી દિવસોમાં ઠંડીમાં વધારો કરવાના સંકેત આપી રહ્યું છે.
Recent Comments