ગુજરાત

અમદાવાદના ચંડોળાને મીની બાંગ્લાદેશ બનાવી દેનાર લલ્લા બિહારી અને તેના પુત્રને ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યા

અમદાવાદના બહુચર્ચિત ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રીતે વસાહત ઉભી કરીને મીની બાંગ્લાદેશ ઉભું કરનાર આરોપી લલ્લા બિહારી અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. ચંડોળાને મીની બાંગ્લાદેશ બનાવી દેનાર લલ્લા બિહારી ડિમોલિશનની કામગીરી પહેલા ફરાર થઈ ગયો હતો. જેને પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ તેને અને તેના પુત્રને સાથે રાખીને પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ત્યાર બાદ તેને જેલમાં ધકેલી દેવાયો હતો. હવે લલ્લા બિહારી અને તેના પુત્રને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે.

અમદાવાદના ચંડોળાને મીની બાંગ્લાદેશ બનાવી દેનાર લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મહમદને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે. હાઈકોર્ટે તેને પોલીસ સ્ટેશનમા હાજરી પૂરાવવા તથા ભારત નહીં છોડવાની શરતે જામીન આપ્યા છે. બંને પિતા પુત્ર સામે પાસા હેઠળ કાર્યવાહી નહીં કરવા કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજી પર આગામી સમયમાં સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટે હાલ તો બંને જણાને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

આ વર્ષે મે મહિનામાં લલ્લા બિહારીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે તેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. મહેમુદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીએ કાળી કમાણીથી ઝુંપડપટ્ટીની વચ્ચે આલિશાન ફાર્મ હાઉસ બનાવ્યા હતાં. તેણે આલિશાન બંગલાને એવી રીતે રાખ્યો હતો કે, ગૂગલ મેપ પણ તેને પકડીના શકે. આ ઉપરાંત તેના ઘરમાંથી ઘૂસણખોરોને ક્યાં રાખવા તેની યાદી પણ મળી આવી હતી.

Related Posts