ભાવનગર

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ભાવનગર દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોને સમજ અપાઈ

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ભાવનગર દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે ખેડૂતોને
બીજામૃત, ઘન જીવામૃત થતા જીવામૃતનો ઉપયોગ કરી વાવેતર કરવા સમજ આપવામાં આવી હતી. આ તકે

ખેડૂતોને શિયાળુ પાકમાં કેવી રીતે આ પાંચેય આયામોના યોગ્ય અમલથી જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે અને
ઉત્પાદન ખર્ચ ઘટાડી શકાય તે અંગે જાણકારી આપી હતી.
પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવા માટે રાજ્ય સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિ જન અભિયાન ચલાવામાં આવી
રહ્યું છે. છેવાડાના ગામના પ્રત્યેક ખેડૂત પ્રાકૃતિક ખેતીથી થતાં ફાયદાઓથી અવગત થઈ શકે તેના માટે સરકાર
પ્રયત્નો કરી રહી છે.
તાલીમના ભાગરૂપે, અધિકારીઓ દ્વારા ખેડૂતોને જીવામૃત અને ઘનજીવામૃત બનાવવાની સચોટ અને
પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખતી મલ્ચિંગ પદ્ધતિ અને
રસાયણમુક્ત કીટનાશક દ્રાવણો જેમ કે ખાટી છાશ, બ્રહ્માસ્ત્ર, નિમસ્ત્ર વગેરે દ્વારા જીવાત નિયંત્રણના અસરકારક ઉપાયો
વિશે પણ ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી.

Related Posts