ગુજરાત

ગુજરાત પોલીસે સવા બે મહિનામાં ચાર મહાનગરોના ૩૩ અસરગ્રસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સાંજે ૬થી રાત્રે ૧૨ વાગ્યાના સમયગાળામાં પોલીસે ૫૫૨૯ ગુનાઓ નોંધ્યા

ડેટા ડ્રિવન પોલીસિંગના અભિગમ સાથે “ઈદૃીહૈહખ્ત ર્ઁઙ્મૈષ્ઠૈહખ્ત” પર વિશેષ ભાર મુકી પોલીસે દારૂ, જુગાર, નશામાં વાહન ચલાવવું તેમજ જીપી એક્ટ ૧૩૫ હેઠળ સૌથી વધુ ગુના દાખલ કર્યા

ગુજરાત પોલીસે ડેટા ડ્રિવન પોલિસિંગના અભિગમ સાથે રાજ્યમાં શરીર સંબંધી ગુનાઓને નિયંત્રિત કરવા માટે ‘જીૐછજી્ઇછ’ (જીરટ્ઠિૈિ જીટ્ઠદ્બહ્વટ્ઠહઙ્ઘરૈ ્ટ્ઠિજ ઇર્ાદૃટ્ઠ છહ્વરૈઅટ્ઠહ) પ્રોજેક્ટની શરૂઆત તા. ૧૬મી ફેબ્રુઆરી, ૨૦૨૫થી કરી હતી. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલા આ પ્રોજેક્ટ હેઠળ ચાર મહાનગરો – અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના ૩૩ અસરગ્રસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં “ઈદૃીહૈહખ્ત ર્ઁઙ્મૈષ્ઠૈહખ્ત” પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

શરીર સંબંધી ગુનાઓ પર અસરકારક અંકુશ લાવવા શરૂ કરાયેલા આ પ્રોજેક્ટના અમલના સવા બે મહિના (૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫થી ૨૪ એપ્રિલ ૨૦૨૫) દરમિયાન સાંજે ૬થી રાત્રે ૧૨ વાગ્યાના સમયગાળામાં ગુજરાત પોલીસે દારૂ, જુગાર, નશામાં વાહન ચલાવવું તેમજ જીપી એક્ટ ૧૩૫ હેઠળ નોંધપાત્ર કામગીરી કરીને સૌથી વધુ ગુના દાખલ કર્યા છે.

અસરકારક કામગીરીની વિગતો:-
• ચાર મહાનગરોના ૩૩ અસરગ્રસ્ત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં જીૐછજી્ઇછ પ્રોજેક્ટ અંતર્ગત સવા બે મહિનામાં કુલ ૫૫૨૯ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
• અમદાવાદ શહેર: ૧૨ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ૧૫૧૫ ગુનાઓ નોંધાયા.
• સુરત શહેર: ૯ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ૩૦૦૧ ગુનાઓ નોંધાયા.
• વડોદરા શહેર: ૭ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ૪૬૧ ગુનાઓ નોંધાયા.
• રાજકોટ શહેર: ૫ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ૫૫૨ ગુનાઓ નોંધાયા.

જીૐછજી્ઇછ પ્રોજેક્ટની વિશેષતાઓ: ગુજરાત પોલીસે ઇ-ગુજકોપ ડેટાના વિશ્લેષણ દ્વારા ચાર મહાનગરોમાં શરીર સંબંધી ગુનાઓના હોટસ્પોટ ચિહ્નિત કર્યા હતા. આ વિશ્લેષણમાં જાણવા મળ્યું કે, રાજ્યમાં બનતા શરીર સંબંધી ગુનાઓમાંથી ૨૫% ગુનાઓ આ ચાર મહાનગરોમાં અને તેમાંથી ૪૫% ગુનાઓ સાંજે ૬થી રાત્રે ૧૨ વાગ્યાના સમયગાળામાં બન્યા છે. આને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસે જીૐછજી્ઇછ પ્રોજેક્ટ હેઠળ લીધેલા મહત્વના પગલાં:
• સાંજે ૬થી રાત્રે ૧૨ વાગ્યા દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ જીૐછજી્ઇછ ટીમો તૈનાત કરવામાં આવી.
• ફુટ પેટ્રોલિંગ, સઘન વાહન ચેકિંગ, અને નાકાબંધી જેવી પ્રવૃત્તિઓ વધારવામાં આવી.
• સંદિગ્ધ વ્યક્તિઓ પર ખાસ નજર રાખીને ૧૩૫ ય્ઁ એક્ટ હેઠળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ.
• પોલીસની હાજરીને વધુ મજબૂત કરીને નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધારવામાં આવી.

Related Posts