દામનગર ગુજરાત પ્રદેશ ભાજપ ના પદઉન્નત રફીક હુનાણી કુશળ કલમ નવેશી રૂબરૂ
ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના કોષાધ્યક્ષ પદે નિયુક્ત થયેલા શ્રી રફીકભાઇ હુનાણી એ વરિષ્ઠ પત્રકાર શ્રી નટુભાઇ ભાતીયા ના કાર્યાલય ની મુલાકાત લીધી હતી શ્રી હુનાણી એ જણાવ્યું હતું કે પ્રથમ તો માનનીય પ્રદેશ પ્રમુખ સાહેબ માનનીય રત્નાકર સાહેબ શ્રી ,માનનીય ડૉ કોરાટ સાહેબ ,માનનીય મંત્રી શ્રી અને અમારા જીલ્લા નુ ગૌરવ એવા કૌશીકભાઇ સાહેબ વેકરિયા,અમારા જીલ્લા ના નિષ્ઠાવાન કાર્યશીલ પ્રમુખ શ્રી અતુલભાઇ કાનાણી,અમારા મિત્ર અને 108 ની માફક હમેશાં કાર્યરત રહેતા ધારાસભ્ય શ્રી જનકભાઇ તળાવીયાજી અને ગુજરાત મોરચા પ્રમુખ શ્રી નાહિનભાઇ સાહેબ કાજી સહિતના મહાનુભાવો નો આભાર વ્યક્ત કરું છું કે મને આ જવાબદારી સોંપવામાં આવી છે
ભુતકાળ માં પણ મને રાજકીય સામાજીક કે ઔદ્યોગિક સંસ્થાઓમાં જે જવાબદારી મળી છે તે નિષ્ઠાપૂર્વક સુપેરે નિભાવી છે તે મુજબ આ જવાબદારી પણ નિષ્ઠાપૂર્વક નિભાવીશ
અમારા મુસ્લિમ સમાજ માં પાર્ટી પ્રત્યે વિશ્વાસ વધે અને સરકારી અનેક યોજનાઓ નો લાભ સમાજ ને મળે તેવા પ્રયાસો કરીશું સરકાર ની જે યોજનાઓ છે તેમાં મુસ્લિમ સમાજ ને પુરતો લાભ મળી રહ્યો છે જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના થી લઈને આરોગ્ય કન્યા કેળવણી શૈક્ષણિક સહિત અનેક વિધ યોજનાઓ સાથે વિધવા સહાય બહેનોને રોજગારી માટે ગ્રહ ઉધોગ સહિતની અસંખ્ય યોજના અંતર્ગત સહાય કરવામાં કોઈ ભેદભાવ વગર સમાજ ને લાભ મળી રહ્યો છે આપે જે સંસ્થાઓ સંભાળી છે તે તમામ સમાજ ની વચ્ચે રહી કેમ વિશ્વાસ સંપાદન કર્યો છે તેનો પ્રત્યુત્તર આપતા શ્રી હુનાણી એ કહ્યું કે મુળ અમારૂ વતન ગામ ધામેલ છે દામનગર પછી ના મોટા ગામ માં ફક્ત અમારા મુસ્લિમ સમાજના પાચ સાત ઘર હતા જ્યાં ફક્ત ખેત ઉત્પાદન નો ધંધો કરનાર મારા પિતા એક હતા જેઓ એ ચાલીસ વર્ષ સુધી વિશ્વાસ પ્રમાણિકતા અને નિષ્ઠા સાથે વેપાર કર્યો
લોકોના નાના મોટા કામ માં ખુબ મદદ રૂપ બની રહ્યા હિન્દૂ સમાજ ના સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો માં હમેશાં અગ્રેસર રહ્યા બહુમતી સમાજ નો ધામેલ, ભટવદર,રાભડા ગ્રામ્ય મત વિસ્તાર મા હુ ફક્ત 24 વર્ષ ની ઉમરે તાલુકા પંચાયત ની ચુંટણી લડી પટેલ સમાજના ઉમેદવાર સામે વિજય બન્યો
મારી ફકત ચોવીસ વર્ષની ઉંમરે મને તાલુકા મા શિક્ષણ આરોગ્ય અને સામાજિક મોખરા નુ સ્થાન ધરાવતા દામનગર તાલુકા કલ્યાણ મંડળ માં ટ્રસ્ટી તરીકે લીધેલ જે હજુ પણ કાર્યરત છું
મે જે ઔધોગિક કે સામાજિક સંસ્થા ઓમા સેવા આપી છે તે ફક્ત લઘુમતી નહી પરંતુ તમામ સમાજ ની સંસ્થાઓ માં આપી છે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કન્યા કેળવણી ક્ષેત્રે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે ત્યારે અમારા સમાજ માં શિક્ષણ નો વ્યાપ વધે ખાસ કરીને દિકરીઓ ઉચ્ચ શિક્ષણ લેતી થાય તે માટે પણ નાહિનભાઇ કાજી ની આગેવાની નીચે પ્રયાસો કરીશું રાજ્ય માં અનેક શિક્ષણ સંસ્થાઓ અને સંકુલો પણ ઉપલબ્ધ છે સમાજ ના આર્થિક અને સામાજિક વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય બની રહ્યું છે તેમ શ્રી હુનાણી એ જણાવ્યું હતું અંત માં તેઓએ પ્રધાનમંત્રી શ્રી નો સૌનો સાથ સૌનો વિકાસ ને સૌનો વિશ્વાસ નુ સૂત્ર આપ્યું છે અને દેશ ઝડપભેર પ્રગતિ કરી રહ્યો છે અને દુનિયા માં જે ડંકો વગાડ્યો છે ત્યારે ભાજપ ને સમર્થન આપવા સમાજ ને અપીલ કરી હતી
નટુભાઇ ભાતીયા આપ લાઇબ્રેરી તેમજ મહિલા લાઇબ્રેરી,નંદી શાળા ગરીબો ને મફત ભોજન,છાશ કેન્દ્ર સહિત અનેક સંસ્થાઓ માં કાર્યરત છો તેમજ દામનગર શહેર અને દુર સુધીના વિસ્તારોમાં કાનુની સલાહ માર્ગદર્શન સહિતની સેવાઓ આપી રહ્યા છો ત્યારે મને આપના એક મિત્ર તરીકે ગર્વ સાથે ખુબ આનંદ થાય છે અને આપ ધન્યવાદ ને પાત્ર છો એવુ અન્ત મા જણાવ્યું હતું
















Recent Comments