અમરેલી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણી જેનીબેન ઠુંમર નો પ્લેન ક્રેશ દુર્ઘટના ને લઈ રાજ્ય ના મુખ્ય મંત્રી ને પત્ર અમરેલીમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરમાં થયેલ ગમખ્વાર અકસ્માતમાં અમરેલીનો કુદરતી બચાવ તેમજ વિકાસ સમિતિના પત્ર અંગે.ધ્યાન દોરતી રજુઆત
અમરેલી શહેરમાં ગીરીયા પાસે શાસ્ત્રીનગર માં પાયલોટ ટ્રેનિંગ સેન્ટર નું મીની પ્લેન ક્રેશ થતાં ગમખ્વાર અકસ્માત થયેલ છે. સરકારશ્રી દ્વારા પ્રાઇવેટ કંપનીને એરપોર્ટ ઓથોરીટી આપેલ છે જેનો ઉપયોગ ટ્રેનિંગ સેન્ટર તરીકે છેલ્લા ઘણા સમયથી થઈ રહ્યો છે. આ ટ્રેનિંગ સેન્ટરમાં અનિમિતતાથી ઘણી ગતિવીધી અને કાર્યો થઈ રહ્યા છે. આ ટ્રેનિંગ સેન્ટરોના સંચાલકો દ્વારા નીતિ-નિયમોનું અને સીક્યુરીટીનું ક્યારેય પણ પાલન કરવામાં આવેલ નથી. જાહેર રહેણાંક વિસ્તારોમાં અતિ નીચા ઉડયનો કરી લોકોના જીવનુ જોખમ વધ્યું છે અને મિલ્કતને પણ નુકશાન થવાની ભીતી રહેલી છે. અગાઉ આ બાબતે જિલ્લા વિકાસ સમિતિ, અમરેલી દ્વારા કલેકટરશ્રીને તા.૩૦/૧૨/૨૦૨૪ નાં રોજ રજુઆત પણ કરેલ છે તેમાં નવા શિખાવ પાયલોટ હોય અને ખુબજ નીચા પ્લેન ચાલતા હોય તેથી અકસ્માત થઈ શકે તેમ હોય એટલા માટે અમરેલી બહાર એરોડ્રામ થી નદી ખેતરો ઉપર ટ્રેનિંગ માટે પ્લેન ઉડાવવાની મંજુરી આપવી અમરેલી સીટી ની અંદર ન ઉડવું જોઇએ” તેવી રજુઆત કરેલ હતી પત્રની નકલ આ સાથે સામેલ છે. ઉડયન ના નીતિ-નિયમો પ્રમાણે સાંજના ૮ વાગ્યા પછી કોઇ ઉડયનો ટ્રેનિંગ માટેના ન હોય શકે તેને બદલે રાતના બાર-બાર વાગ્યા સુધી ઉડયનો ચાલુ રાખવામાં આવેલ હતાં. પાઇલોટના જે ટ્રેનરો હતા તેઓએ સ્વયમ સંચાલીત ઉડયનની એક શિખાવ પાયલોટને મંજુરી આપેલ હતી કોઇ ટ્રેનર સાથે ન હતાં તેના કારણે આ અકસ્માત થવાનું એક કારણ છે. એરપોર્ટમાં જે ચાર થી પાંચ પ્લેનો ઉડયન માટે રાખેલ હતા તેની આયુષ્ય મર્યાદા કેટલી હતી? તે પણ તપાસનો વિષય છે. સરકારશ્રીએ આવી પ્રાઇવેટ કંપનીઓને ઉડયનો અને એરપોર્ટની કિંમતી જમીનો ભાડા પટ્ટે આપીને માત્ર વેપાર કરવાનો મનસુબો રાખ્યો હોય તેવું દરેક આવા દુ:ખદ બનાવોમાં જોવા મળી રહ્યું છે પછી તે ખ્યાતિ હોસ્પિટલ કાંડ, રાજકોટનો ગેમઝોન કાંડ હોય, અમરેલીનો આ એરપોર્ટ કાંડ જયારે અમરેલી નજીકના રહેણાંક વિસ્તારોમાં નવા બાંધકામ માટે રહેણાંક ધારકોએ નગરપાલિકાની બાંધકામ મંજુરી મેળવવા માટે વધુ એક એરપોર્ટ ઓથોરીટી ની N.O.C. લેવાનું કારસા કરેલ છે તેના કારણે પ્રાઇવેટ ઓથોરીટીને બાંધકામ મંજુરીના N.O.C. આપવા માટે મોટો ભ્રષ્ટ્રાચાર થઈ રહ્યો છે અને એક માળની મંજુરીના ચાલીસ – ચાલીસ હજાર રૂપિયા જેવી માતબર રકમ માંગી રહી છે જે માત્ર લોકોના મોતસાથે ખેલ ખેલી પૈસા બનાવવાનો ધંધો કરે છે અને આવા દરેક કાંડોમાં સરકાર માત્ર ધંધાનું જ ધ્યાન રાખે છે માણસની મોતની કિંમત કરતા પોતાના મળતિયાઓને પૈસા કેમ વધુ મળે તેનો ખ્યાલ કાળજી પુર્વક રાખે છે. આ પ્રશ્નનો ઉત્તરમાં જાહેરમાં દેવો જરૂરી છે સરકાર એકની એક ફરીવાર રટણ કરશે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે.મારો સવાલ છે કે કોઇ ચમરબંધી પકડાયેલ હોય તો જાહેર કહે કે આ ચમરબંધીને પકડેલ છે. આ અંગે તટસ્થ તપાસ થવી જોઇએ અને તપાસના નાટકો બંધ કરી ખરેખર કસુરવાર છે તેને જેલ ભેગા કયારે કરશે? તેના વરઘોડા ક્યારે કાઢશે? તેની જાહેર સ્પષ્ટતા કરશો તેવી આપની પાસે અપેક્ષા સહ વિનંતી કરું છું.આ અકસ્માત થયેલ છે તે ખરેખર ગીચ વસ્તી ધારકોનોરહેણાંક વિસ્તારમાં થયેલ હોત તો કેટલી બધી જાનહાની થઈ હોત તે કલ્પના કરવી પણ ભયાવહ છે. થોડા જ સમય પહેલા મહેસાણા ખાતે પણ આવી દુર્ઘટના બનેલ તેમાં પણ એક ટ્રેનર પાયલોટનું મોત થયેલ છે તે અંગે રાજ્ય સરકારે કોઇ બોધપાઠ લીધેલ હોય તેવું લાગતું નથી.
વધારામાં જણાવવાનું કે,તા.૦૪/૦૪/૨૦૨૫ ના આ પ્લેન ભવિષ્યમાં કોઇ મુશ્કેલી ન સર્જાય તે અંગે સરકારે કયા પ્રકારનુ આયોજન કર્યું છે તે અંગે માહિતી અધિકાર નીચે માહિતી સોશિયલ એક્ટિવિસ્ટે માંગી હતી. તેમજ રાતના બે-બે વાગ્યાં સુધી શહેરીજનોના આરામ ઉપર પણ ભારે અસર થતી હતી તે બાબતમાં અનેક રજુઆતો થઈ હતી પરંતુ રજુઆતને કચરા ટોપલીમાં ફેકી દેવાઇ હતી તે પણ ગંભીર બાબત છે. આજે અમરેલી પણ ગુનાહિત પ્રવૃત્તિ અને દારૂના અડ્ડાનું એપી સેન્ટર બન્યું છે, તે બાબતમાં પણ કડક કાર્યવાહી કરવા માટે પણ મારી માંગણી છે. બહેન-દિકરીઓની દિન-પ્રતિદિન સલામતી જોખમાતી જાય છે, અનેક બનાવો બને છે પણ આબરૂ જવાના ડરે પ્રકાશમાં આવતા નથી તેની પણ ગંભીરતાપુર્વક નોંધ લેવી જરૂરી છે. એક મૃદુ મુખ્યમંત્રી તરીકે અમરેલીની વ્હારે આપ આવો તેવી એક મહિલા તરીકે મારી માંગણી છે.
Recent Comments