ગુજરાત રાજ્ય હોમગાર્ડ જવાનોનો રાજયકક્ષા પ્લાટુન કમાન્ડર રેન્ક ટેસ્ટ સેન્ટ્રલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જરોદ મુકામે યોજાયો.

ગુજરાત સરકારશ્રી ગૃહ વિભાગ હેઠળના હોમગાર્ડઝ દળના પ્લાટૂન કમાન્ડર અધિકારી માટેની પરીક્ષા ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ દળના વડા માનનીય કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલ સાહેબ IPSના માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યૂટ જરોદ મુકામે યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.આરેન્ક ટેસ્ટ પરીક્ષા કમિટીના એચ.એમ.ચુડાસમા એસ.એસ.ઓ. ગુજરાત, ડોકટર પ્રફુલ શિરોયા કમાન્ડન્ટ સુરત જીલ્લા, ગૌરાંગભાઈ જોષી જીલ્લા કમાન્ડન્ટ વડોદરા, ઝરોદ સેન્ટર કમાન્ડર જસવંતસિંહ રાઠોડ, સુંઢિયા કેમ્પ કમાન્ડર દેવેન્દ્ર ગુજાલ, રાજ્ય વડી કચેરી તાલીમ શાખા સબ ઈન્સપેકટર જહાંગીરસિંહ પરમાર, હેડ આર્મર હર્ષદભાઈ મકવાણા દ્વારા સમગ્ર ગુજરાતના અલગ અલગ જીલ્લાઓ માંથી પરીક્ષા આપવા માટે આવેલ હોમગાર્ડઝ ના અધિકારી ઓની રાજ્યકક્ષાની રેન્ક માટે પરીક્ષામા ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ દળના ઉપસ્થિત અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય અને શ્રીફળ વધેરી રેન્ક ટેસ્ટ પરીક્ષાનો શુભારંભ કરવામાં આવ્યો હતો બે દિવસની આ હોમગાર્ડઝ રેન્ક પ્રમોશન ટેસ્ટમાં મેદાની અને લેખિત પરીક્ષા નુ આયોજન કરવામાં આવેલ જેમાં શસ્ત્ર કવાયત, વેપન ટ્રેનિંગ, સીવીલ ડિફેન્સ, રાયફલ, પદ કવાયત, ડ્રિલ, ગ્રાઉન્ડ, લાઠી, શારીરિક પી.ટી., લેખિત પેપરો, મૌખિક, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, યુનિફ્રોમ, ટન આઉટ, ડિઝાસ્ટર અને પ્રાથમિક સારવાર, જનરલ નોલેજ વગેરે વિષયોની ભરતી કમિટીના અધિકારીઓ અને ઈન્સપેકટરો દ્વારા લેવામાં આવી હતી સમગ્ર ગુજરાત માંથી મોટી હોમગાર્ડ જવાનો ને અધિકારી ની રેન્ક માટેની પરીક્ષામાં આપવામાં આવેલ જેમને ગ્રાઉન્ડ પર રાયફલ હથિયાર, લાઠી તેમજ હોમગાર્ડની ફરજો, કાર્યો, વેલફર ફંડ, સહાયો, તેમજ સ્ટોર્સ, વહીવટી, એકાઉન્ટ, કાયદો અને વ્યવસ્થા વગેરે વીષયોની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી
સાથે સાથે ગુજરાત રાજ્યના હોમગાર્ડ જવાનો પોતાની ફરજ સારી રીતે બજાવી શકે તેવા હેતુસર તેમના કાર્યો, ફરજો અને જવાબદારી ઓની સમજ આપવામાં આવી હતી ગુજરાત સરકારની વિવિધ યોજના ઓના વાહક બળ તરીકે હોમગાર્ડ જવાનો પોતાની ફરજ અદા કરી શકે અને સમાજની અંદર સમાજમાં સારી એવી હોમગાર્ડ ની ગરિમા જળવાઈ રહે તેમાટે જાગૃતિ અને ફરજ બજાવી શકાય તેવી હોમગાર્ડ અધિકારીઓ દ્વારા સમજ આપવામાં આવી હતી.આતકે અમરેલી જીલ્લા હોમગાર્ડ સ્ટાફ ઓફિસર જનસંપર્ક અમીતગીરી ગોસ્વામી, ગુજરાત રાજ્ય હોમગાર્ડ વડી કચેરી અમદાવાદ ના અધિકારીઓ, સ્ટાફ, ઝરોદ, સુંઢિયા અને માધવનગર કેમ્પ કમાન્ડરો, જીલ્લા કમાન્ડન્ટો, ઈન્સપેકટરો, સબ ઈન્સપેકટરો, આર્મર, ક્લાર્ક સહિતના અધિકારીઓ, સ્ટાફ ઓફિસરો, ઓફિસર કમાન્ડિંગ, હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમ પબ્લિક રિલેશન ઓફિસર અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.
Recent Comments