ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડકટરની પોસ્ટ માટે ૩,૫૧૮ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી તા.૨૫ માર્ચથી તા.૦૫ એપ્રિલ ૨૦૨૫ સુધી કરાશે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડકટરની પોસ્ટ માટે ૨૩૨૦ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી હતી, જેમાં ૩૫,૨૨૧ ઉમેદવારોએ ઓ.એમ.આરની લેખિત પરીક્ષા આપી હતી, જે લેખિત પરીક્ષાનું પરિણામ નિગમની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં પાત્ર થયેલ ૩,૫૧૮ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે તા.૨૫ માર્ચથી તા.૦૫ એપ્રિલ ૨૦૨૫ સુધી તાલીમ સેન્ટર, મધ્યસ્થ યંત્રાલય, નરોડા, અમદાવાદ ખાતે અસલ દસ્તાવેજાે સહિત હાજર રહેવા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, દસ્તાવેજ ચકાસણી માટે દૈનિક ૪૦૦ ઉમેદવારોને બોલાવવામાં આવશે, તેમજ ચકાસણીની કામગીરી સમયમર્યાદામાં પુર્ણ થાય તે માટે જરૂરીયાત મુજબની ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમેદવારોની યાદી, ચેકલીસ્ટ તથા જરૂરી સુચનાઓ નિગમની વેબસાઇટ રંંॅજ://ખ્તજિંષ્ઠ.ૈહ પર પ્રસિધ્ધ કરવામાં આવી છે તેમજ આ અંગેના કોલલેટર ડાઉનલોડ કરવા માટેની સુચનાઓ પણ તારીખ ૧૯ માર્ચ ૨૦૨૫ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવી છે. એમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.
Recent Comments